નવનિયુકત પ્રમુખ-મહામંત્રીઓને અભિનંદન પાઠવતા મોહનભાઈ કુંડારીયા, રામભાઈ મોકરીયા, ધનસુખ ભંડેરી, નિતીન ભારાજ, ગોવિંદભાઈ પટેલ, અરવીંદ રૈયાણી, લાખાભાઈ સાગઠીયા,ઉદય કાનગડ, જીતુભાઈ કોઠારી, કિશોરભાઈ રાઠોડ,નરેન્દ્રસિહ ઠાકુર, ડો. પ્રદીપ ડવ, બીનાબેન આચાર્ય, અંજલીબેન રૂપાણી સહીતના અગ્રણીઓ
વોર્ડ નં.૨ના પ્રમુખ તરીકે રાજેન્દ્રસિંહ ગોહિલ, વોર્ડ નં.૫ ના પ્રમુખ તરીકે દિનેશભાઈ થિયાડ, વોર્ડ નં. ૮ ના પ્રમુખ તરીકે તેજશ જોષી, વોર્ડ નં.૧૩ના પ્રમુખ તરીકે કેતન વાછાણી, વોર્ડ નં.૧૪ ના પ્રમુખ તરીકે હરીભાઈ રાતડીયા, વોર્ડ નં.૧૮ના પ્રમુખ તરીકે શૈલેષભાઈ બુસા અને વોર્ડ નં. ૮ ના મહામંત્રી તરીકે જયસુખ મારવીયા તેમજ વોર્ડ નં.૧૩ ના મહામંત્રી તરીકે ભરતભાઈ સવસેટાની વરણી
- Advertisement -
શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીની એક અખબારી યાદીમાં જણાવેલ છે કે રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ તેમજ પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુભાઈ દલસાણીયા સાથે વિચાર-વિર્નશ કર્યા બાદ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીએ રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી સંપન્ન થયા બાદ રાજકોટ શહેરમાં વિવિધ વોર્ડમાં ખાલી પડેલ પ્રમુખ મહામંત્રીઓ માટે નવનિયુક્ત પ્રમુખ- મહામંત્રીઓની જાહેરાત કરેલ છે.
ત્યારે કમલેશ મિરાણીએ જણાવેલ કે જનસંઘના સ્થાપક ડો. શ્યામાપ્રસાદ મુખર્જી અને પંડિત દીનદયાલ ઉપાધ્યાયજીએ આપેલા મંત્ર અનુસાર જયા માનવી ત્યાં સુવિધા અને અંત્યોદયની ભાવના સાથે છેવાડાના માનવીનો વિકાસ થાય તે અનુસાર આજે ભાજપ સરકાર અનેકવિધ યોજનાઓ ધ્વારા લોકોને સુખાકારી આપી રહી છે ત્યારે જનસંઘ કે ભાજપના સ્થાપનાના પાયામાં રાષ્ટ્રવાદની વિચારધારા, લોકકલ્યાણકારી યોજનાઓની સાથોસાથ દેશનું ગૌરવ વધે, દેશનુ સ્વાભિમાન વધે તે વાત પાર્ટીના પ્રત્યેક કાર્યકર્તાના દિલમાં પડેલી છે.ત્યારે શહેર ભાજપની આ નવનિયુકત ટીમ સંગઠનને વધુ સુદૃઢ બનાવશે, ત્યારે મહાનગરપાલિકાની ચૂંટણી બાદ ભારતીય જનતા પાર્ટીના ‘એક વ્યક્તિ, એક હોદો’ ના સિધ્ધાંતને અનુસરીને આ નિયુક્તિ કરવામાં આવેલ છે. જેમાં વોર્ડ નં.૨ના પ્રમુખ તરીકે રાજેન્દ્રસિંહ ગોહિલ, વોર્ડ નં.૫ ના પ્રમુખ તરીકે દિનેશભાઈ રાડ, વોર્ડ નં. ૮ ના પ્રમુખ તરીકે તેજશ જોષી, વોર્ડ નં.૧૩ના પ્રમુખ તરીકે કેતન વાછાણી, વોર્ડ નં.૧૪ ના પ્રમુખ તરીકે હરીભાઈ રાતડીયા, વોર્ડ નં.૧૮ના પ્રમુખ તરીકે શૈલેષભાઈ બુસા અને વોર્ડ નં. ૮ ના મહામંત્રી તરીકે જયસુખ મારવીયા તેમજ વોર્ડ નં.૧૩ ના મહામંત્રી તરીકે ભરતભાઈ સવસેટાની વરણી જાહેર કરવામાં આવેલ છે.
આ તકે શહેર ભાજપ વિવિધ વોર્ડના ના આ નવનિયુક્ત પ્રમુખ- મહામંત્રીઓને ગુજરાત મ્યુનીસીપલ ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી, પ્રદેશ ભાજપ અગ્રણી નિતીન ભારાજ, સાંસદ મોહનભાઈ કુંડારીયા, રામભાઈ મોકરીયા, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, અરવીંદ રૈયાણી, લાખાભાઈ સાગઠીયા, પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ ઉદય કાનગડ, શહેર ભાજપ મહામંત્રી જીતુ કોઠારી, કિશોર રાઠોડ, નરેન્દ્રસિહ ઠાકુર, મેયર ડો. પ્રદીપ ડવ, પ્રદેશ ભાજપ મંત્રી બીનાબેન આચાર્ય, મહીલા મોરચા પ્રભારી અંજલીબેન રૂપાણી સહીતના અગ્રણીઓએ તેમજ તમામ શ્રેણીના કાર્યકર્તાઓએ આવકારી શુભેચ્છા પાઠવેલ હતી.