સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત આજરોજ રાજકોટ બી ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા સઘન સફાઇ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. ભારત સરકાર દ્વારા સમગ્ર ભારતમાં સ્વચ્છતા માટેના જન આંદોલનની ઉજવણીનું આહ્વાન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સફાઇ કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ તકે રાજકોટ બી ડિવિઝન પોલીસ સ્ટેશનનો તમામ પોલીસ સ્ટાફ હાજર રહી પોલીસ સ્ટેશનની સફાઇ કરવામાં આવી હતી.
રાજકોટ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સ્વચ્છતા ઝુંબેશ
Follow US
Find US on Social Medias