મથુરામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, મને માતા ગંગાએ બોલાવ્યો, 2014થી તમારી વચ્ચે વસી ગયો છું; 525 રૂપિયાનો સિક્કો જાહેર કર્યો
ખાસ-ખબર સંવાદદાતા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, “મથુરાના કણ-કણમાં ભગવાન શ્રીકૃષ્ણ છે. અહીં એ લોકો જ આવે છે, જેમને કૃષ્ણ અને શ્રીજી બોલાવે છે. કાશી, મહાકાલ, કેદાર અને અયોધ્યા થઈ ગયા. હવે મથુરા બ્રજ પ્રદેશ પણ વિકાસમાં પાછળ નહીં રહે.” આ સમગ્ર વિસ્તાર કાન્હાની લીલાઓ સાથે જોડાયેલો છે. મથુરા, ભરતપુર, કરૌલી, અલીગઢ, કાસગંજ, બલ્લભગઢ બધા આવે છે.તમામ સરકારો સાથે મળીને કામ કરવાનો પ્રયાસ છે. આ વાત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે મથુરામાં કહી. હાલમાં તેઓ બ્રજ રાજ ઉત્સવ કાર્યક્રમને સંબોધન કરી રહ્યા છે.
- Advertisement -
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે “મને સંત મીરાબાઈની 525મી જન્મજયંતી પર બ્રજમાં આવવાનું સૌભાગ્ય મળ્યું છે. હું ભગવાન કૃષ્ણ અને રાધા રાણીને સંપૂર્ણ સમર્પણ સાથે નમન કરું છું. મીરાબાઈને નમન કરતાં તમામ લોકોને નમન કરું છું. બ્રજના સંતો હેમા માલિનીજી સાંસદ છે, પણ તેઓ બ્રજમાં મગ્ન છે અને પોતે કૃષ્ણની ભક્તિમાં ડૂબેલાં છે.
પીએમ મોદીએ કહ્યું, “આ કાર્યક્રમમાં આવવું એ બીજા કારણથી ખાસ છે. કૃષ્ણથી મીરાબાઈ સુધીનો ગુજરાત સાથે ખાસ સંબંધ છે. કાન્હા મથુરાથી જઈને દ્વારકાધીશ બની ગયા હતા. મીરાબાઈ પણ રાજસ્થાનથી આવીને મથુરા વૃંદાવનમાં સ્થાયી થયા. તેમણે કહ્યું, ” ભક્તિ કરી અને તેમના અંતિમ દિવસો દ્વારકામાં વિતાવ્યા. મીરાએ કહ્યું હતું, “આલી રે મોહે વૃંદાવન નિકો, ઘર ઘર પૌધા તુલસી કૌ વાવો દર્શન ગોવિંદ દેવ કા.”
આનંદીબેન અને યોગીએ સ્વાગત કર્યું
વડાપ્રધાન મોદી સાંજે સાડાચાર વાગ્યે હેલિકોપ્ટર દ્વારા મથુરા પહોંચ્યા હતા. રાજ્યપાલ આનંદીબેન પટેલ અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તેમનું સ્વાગત કર્યું હતું. આ દરમિયાન ડેપ્યુટી સીએમ બ્રજેશ પાઠક, કેશવ પ્રસાદ મૌર્ય, શેરડી વિકાસમંત્રી ચૌધરી લક્ષ્મી નારાયણ, પર્યટનમંત્રી જયવીર સિંહ, મૂળભૂત શિક્ષણ રાજ્યમંત્રી સંદીપ સિંહ અને મથુરાના ધારાસભ્ય, ખકઈ હાજર રહ્યા હતા. પીએમ મોદીની એક ઝલક મેળવવા લોકો પહેલાંથી જ લાઈનોમાં ઊભા હતા. વડાપ્રધાને હાથ મિલાવીને તેમનું અભિવાદન સ્વીકાર્યું.