ઇઝરાયલ અને હમાસની વચ્ચે છેલ્લા કેટલાક દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે, જેમાં અત્યાર સુધીમાં 12,000થી વધારે લોકોની મોત થઇ ગઇ છે. આ વચ્ચે બ્રિક્સ સમૂહે વર્તમાન અધ્યક્ષ દક્ષિણ આફ્રીકાને બ્રિક્સનું એક વર્ચ્યુઅલ શિખર સંમેલ્લન બોલાવ્યું છે. આ બેઠકમાં ચીનના રાષ્ટ્રપતિ પણ વર્ચ્યુઅલી સામેલ થશે અને યુદ્ધને લઇને પોતાને પક્ષ રાખશે.
ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા હુઆ જુનપિંગે જણાવ્યું કે, દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસાના નિમંત્રણ પર ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ પણ સામેલ થશે. આ દરમ્યાન પિલસ્ટિનીની- ઇઝરાયલના મુદા પર મહત્વની ટિપ્પણી કરશે. આ પહેલા, દક્ષિણ આફ્રિકાના વિદેશ મંત્રાલયે જણાવ્યું કે, રાષ્ટ્રપતિ રામાફોસાએ ગાઝામાં ચાલી રહેલા હમાસ-ઇઝરાયલ યુદ્ધ અને મધઅયપૂર્વ દેશોની સ્થિતિ પર વચ્યુઅલ બ્રિક્સ સંમેલ્લન યોજવા વિનંતી કરી છે. વર્ચ્યુઅલ બેઠક મંગળવારના રોજ આયોજીત થશે.
- Advertisement -
યૂએન મહાસચિવ સામેલ થશે
દક્ષિણ આફ્રિકી વિદેશ મંત્રાલયે જણાવ્યા અનુસાર, સૌથી પહેલા રામાફોસા બેઠકને સંબોધિત કરશે. ત્યાર પછી આમંત્રિત સદસ્ય ગાઝામાં હાજર માનવીય સંકટ પર નિવેદન આપશે. બેઠકમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસ પણ આ બેઠક વર્ચ્યુઅલ હાજર રહેશે.
જાણો શું છે બ્રિક્સ?
બ્રિક્સ, જો બ્રિક્સ, રૂશિયા, ચીન, ભારત અને દક્ષિણ આફ્રીકાનું શોર્ટ ફોમ છે. એક અનૌપચારિક ભાગીદારી છે, જે સભ્ય દેશોની વચ્ચે સહયોગ અને સંચાર વધારવા માટે મદદરૂપ બને છે. બ્રિક્સ દેશોની વચ્ચે કોઇ ઔપચારિક કે કાનુની રૂપથી કરાર નથી. બ્રિક્સ શબ્દ જિમ ઓ નીલ દ્વારા આપવામાં આવ્યો હતો. જેને એ સમયે વૈશ્વિક અર્થવ્યવસ્થાની અંદર આ દેશોની ક્ષમતાને વધારવા પર ભાર આપવા આ શબ્દ પ્રયોગ કરવામાં આવ્યો હતો.