અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ જિમી કાર્ટરના પત્ની રોજલિન કાર્ટએ દુનિયાને અલવિદા કહી દીધું છે. 96 વર્ષની વયે રવિવારના કાર્ટરેનું પોતાના ઘરમાં નિધન થયું છે. કાર્ટર માનસિક સ્વાસ્થ્ય સુધારક અને સમાજ સેવિકા હતા. અમેરિકી સરકારએ ઓફિશ્યલ સ્ટેટમેન્ટ બહાર પાડીને તેમના નિધન વિશે જાણકારી આપી હતી.
પતિ ભાવુક થઇ ગયા
મીડિયા રિપોર્ટસ અનુસાર, પૂર્વ રાષ્ટ્રપતિ અને રોજલિનના પતિ જિમી કાર્ટરે કહ્યું કે, મે આજ સુધીમાં બધું જ મેળવી લીધું, જેમાં રોજલિન મારા બરાબરની હકદાર છે. હું અત્યાર સુધીમાં જ્યારે નિરાશ થયો ત્યારે તેમને મને પ્રોત્સાહિત કર્યો છે. મને હંમેશા સલાહ આપી છે. તેઓ મારા મોટા સપોર્ટર હતા. અત્યાર સુધીમાં રોજલિન આ દુનિયામાં હતા, મને દર વખતે અહેસાસ થતો હતો કે, મને કોઇ પ્રેમ કરે છે અને હંમેશા કરશે. રોજલિને હંમેશા મારૂ સમર્થન કર્યુ.
- Advertisement -
દરેક પરિસ્થિતિઓમાં તેઓ સાથે રહ્યા
રોજલિનની સંસ્થા કાર્ટર સેન્ટરે કહ્યું કે, ગયા વર્ષ મેમાં જાણકારી મળઈ કે તેમને ડિમેશિયા નામની બિમારી છે. તેમની ઘણી સારવાર કરાવી. ત્યાર પછી તેમની સારવાર ઘરે જ કરવામાં આવી. ઉલ્લેખનીય છે કે, જિમીના કાર્યકાળ દરમ્યાન ઇઝરાયલ અને મિસ્ત્રની વચ્ચે શાંતિ કરાર થયો હતો, જે ઘણો જટિલ હતો. આ કરારની સફળતા પછી તેમની વૈશ્વિક ફલક પર ખૂબ પ્રશંસા થઇ। જો કે, મોંઘવારી તેમદ ઇરાન સંઘર્ષના કારણે તેમને ટીકાનો સામનો કરવો પડયો. પરિસ્થિતિઓ કોઇપણ રહી હોય, રોજલિન હંમેશા પોતાના પતિની સાથે ઉભા રહ્યા.
નોબેલ પુરસ્કારથી સમ્માનિત થયા
જણાવી દઇએ કે, કોર્ટર દંપતિ વિશ્વ શાંતિ તેમજ માનવાધિકારો માટે એક સંસ્થાની સ્થાપના કરી, જેનું નામ કાર્ટર સેન્ટર છે. દંપતિએ ચુંટણી હાર્યા પછી ક્યૂબા, સુડાન તેમજ ઉત્તર કોરિયાનો પ્રવાસ કર્યો હતો. વર્ષ 2002માં શાંતિ માટે જિમી કાર્ટરનો નોબેલ પુરસ્કાર આપવામાં આવ્યો હતો. વર્ષ 1999માં તાત્કાલિન રાષ્ટ્રપતિ બિલ ક્લિંટને કાર્ટર દંપતિને અમેરિકાના સર્વોચ્ચ નાગરિક સમ્માન પ્રેસિડેન્સિયલ મેડલ ઓફ ફ્રીડમથી નવાઝવામાં આવ્યા હતા. ક્લિંટને કહ્યું હતું કે, તેમણે દુનિયાના કોઇપણ કપલ કરતા વિશ્વ શાંતિ માટે સૌથી વધુ કામ કર્યું છે.