ઇનોવેશન અને ડિજીટલાઇઝેશનની પહેલોથી સલામતીમાં ચોકસાઈ વધી
ખાસ-ખબર સંવાદદાતા
અદાણી પોર્ટ-મુંદ્રાએ સુરક્ષા અને સલામતી મામલે વધુ એક સિદ્ધિ હાંસલ કરી છે. એપેક્સ ઇન્ડિયા ફાયર એન્ડ સેફ્ટી મેઝર્સ એવોર્ડ-2023માં મુંદ્રાને શ્રેષ્ઠ પોર્ટ તરીકે નવાજવામાં આવ્યું છે. અઙજઊણને ફાયર એન્ડ સેફ્ટીમાં સર્વશ્રેષ્ઠ કામગીરી બદલ પ્લેટિનમ એવોર્ડ પ્રાપ્ત થયો છે. ઓક્ટો – 2023ના રોજ 8મી એપેક્સ ઇન્ડિયા ઘજઇં કોન્ફરન્સ અને એક્સ્પો-2023માં ઉદયપુર ખાતે આયોજીત એવોર્ડ સમારંભમાં સાંસદ મનોજ તિવારીના હસ્તે પ્લેટિનમ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.
અઙજઊણ ફાયર સર્વિસિઝ દ્વારા છેલ્લા 3 વર્ષમાં પોર્ટ રોડ અકસ્માત અને બચાવ કામગીરીમાં ઉત્કૃષ્ટ કામગીરી કરી 10 ડ્રાઇવરોના જીવન બચાવાયા છે. તદુપરાંત આગ નિવારણ અને જીવનરક્ષા માટેની વિવિધ પહેલો, લોકજાગૃતિ માટેના પ્રયાસો, અગ્નિશામકમાં તકનીકીનો ઉપયોગ જેવી અનેક પહેલો શરૂ કરવામાં આવી છે. કંપની સ્ટાફની ભરતી વખતે ઉમેદવારોની ફાયર ફાઈટીંગ સ્કીલ્સની આંતરરાષ્ટ્રીય સ્તરની કસોટીઓ કરવામાં આવે છે.
અઙજઊણ દ્વારા દૈનિક ફાયર ઇમરજન્સી રિસ્પોન્સ વ્હીકલ ચેકલિસ્ટ માટે મોબાઇલ એપ્લિકેશનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, ફાયર સેફ્ટીના સાધનોનું નિયમિત ચેકીંગ અને તેને કટોકટીની પરિસ્થિતી માટે તૈયાર રાખવા, પોર્ટેબલ અગ્નિશામક અને અન્ય પ્રોજેક્ટ્સનું રીયલટાઇમ ચછ કોડ આધારિત નિરીક્ષણ અને ટ્રેકિંગ કરવામાં આવે છે. એટલું જ નહીં, અઙજઊણ દ્વારા કુલ 40 ઇનહાઉસ સિમ્યુલેટર આધારિત રેસ્ક્યુ ગેલેરી વિકસાવવામાં આવી છે.