રાજકોટ જિલ્લાની આર.ટી.ઓ કચેરી ખાતે સર્જાયેલી ટેકનિકલ ક્ષતિના કારણે તા. ૧૧- જુન થી ૧૫- જુન-૨૦૨૧ સુધી ટુ વ્હીલર અને ફોર વ્હીલર ડ્રાઇવિંગ ટેસ્ટની કામગીરી બંધ રહેશે.
આ સમયગાળા દરમ્યાન જે અરજદારોએ અપોઈન્ટમેન્ટ લીધી હોય એવા અરજદારોએ નવી અપોઈન્ટમેન્ટની વિગત www.parivahan.gov.in/driving licence related service/gujarat/application status પરથી જાણી ડ્રાઇવિંગ ટેસ્ટ આપવા આવવાનું રહેશે, તેમ પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી, રાજકોટની યાદીમાં જણાવાયુ છે.