મોટા ભાગે શાંતિપ્રિય ગણાતા કેનેડામાં હાલ લોકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે અને એનું કારણ વર્ષો અગાઉ 1492માં પ્રચલિત રહેલી રેસિડેન્શિયલ સ્કૂલ સિસ્ટમ.
કેનેડામાં રેસિડેન્શિયલ સ્કૂલ સિસ્ટમના પ્રણેતા તરીકે ઈગર્ટન રાયર્સનનું નામ જાણીતું છે. હાલમાં જ રેસિડેન્શિયલ સ્કૂલના વિસ્તારમાંથી 215 જેટલાં બાળકોનાં શરીરના અવશેષો મળી આવ્યા. આ સ્કૂલમાં રહેલાં બાળકો પર અનેકવિધ અત્યાચારો ગુજારવામાં આવ્યા હતા. અહીંના મૂળ વસાહતીઓનાં બાળકોને રેસિડેન્શિયલ સ્કૂલમાં મોકલવામાં આવતાં હતાં અને તેમનું શોષણ કરાતું હતું, જેને લોકો ‘સાંસ્કૃતિક નરસંહાર’ ગણાવી રહ્યા છે. આ બધા અહેવાલો બહાર આવ્યા પછી રોષે ભરાયેલા લોકોએ આ સ્કૂલ સિસ્ટમના પ્રણેતા ગણાતા ઈગર્ટન રાયર્સનની પ્રતિમાને છિન્નભિન્ન કરી નાખી છે.
- Advertisement -