મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો
તલાટી-જુનિયર ક્લાર્કના લાયકાત ધરાવતા અંદાજે 4012 જેટલા ઉમેદવારોને નિમણૂક પત્રો અપાયા
- Advertisement -
પંચાયત સેવા વર્ગ-3ના ઉમેદવારોને નિમણૂંક પત્ર એનાયત કરાયા
ખાસ-ખબર સંવાદદાતા
ગાંધીનગરમાં નિમણૂક પત્ર એનાયત કાર્યક્રમ યોજાઇ રહ્યો છે. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો છે. તેમાં પસંદગી પામેલ ઉમેદવારોને નિમણૂંક પત્રો એનાયત કરાયા છે. જેમાં પંચાયત સેવા વર્ગ-3ના ઉમેદવારોને નિમણૂંક પત્ર એનાયત કરાયા છે.
3014 તલાટી કમ મંત્રીના નિમણૂંક પત્ર અપાયા છે. સાથે જ 998 જુનિયર ક્લાર્ક સંવર્ગના નિમણૂંક પત્ર અપાયા છે. સીધી ભરતીથી પસંદગી પામેલા ઉમેદવારોને નિમણૂંક પત્ર અપાયા છે. ત્યારે મુખ્યમંત્રીએ હસમુખ પટેલના વખાણ કર્યા છે. તથા હસમુખ પટેલની જેમ કાર્યદક્ષ થવા સલાહ આપી છે.
રાજ્યમાં અગાઉ લેવાયેલી તલાટી અને જુનિયર ક્લાર્કની પરીક્ષામાં પાસ થયેલા લાયકાત ધરાવતા ઉમેદવારોને નિમણૂક પત્રો આપવામાં આવ્યા છે. નવા તલાટી અને જુનિયર ક્લાર્કને આજે ગાંધીનગર ખાતે નિમણૂક પત્રો આપવામાં આવતા યુવાનોમાં ખુશી છવાઇ છે. અંદાજે 4,010 જેટલા લોકોને આ નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા છે. જિલ્લા ફાળવણી અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન પૂર્ણ થયા બાદ આ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.