કાપડ અને ઈલેક્ટ્રોનિક બજારના વેપારીઓમાં અનેરો ઉત્સાહ
દિવાળીને હવે ગણતરીના દિવસો જ બાકી છે. ત્યારે રાજકોટની મુખ્ય બજારો સાંગણવા ચોક, ધર્મેન્દ્ર રોડ, પરાબજારમાં રોનક જોવા મળી રહી છે. રસ્તા પર રોશનીનો ઝગમગાટ જોવા મળી રહ્યો છે. દિવાળીના તહેવાર માહોલ બરાબરનો જામ્યો છે. રાત પડતા જ ખરીદી માટે ભીડ જોવા મળે છે. બજારમાં દરેક ક્ષેત્રે સારો વેપાર જોવા મળી રહ્યો છે. ખાસ કરીને કાપડ અને ઈલેક્ટ્રોનિક બજારના વેપારીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. લોકો મન મૂકીને ખરીદી કરી રહ્યા છે.