વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બે દિવસીય ગુજરાતના પ્રવાસે છે. સરદાર પટેલની જયંતીના અવસર પર આજે સવારે કેવડિયામાં સ્ટૈચ્યૂ ઓફ યૂનિટી પહોંચ્યા છે. જ્યાં તેઓ દેશના પહેલા ગૃહ મંત્રીને શ્રદ્ધાંજલી આપી છે. વડાપ્રધાન મોદી આ દરમ્યાન રૈંપથી સ્ટેચ્યૂ ઓફ યૂનિટીના બરાબર પહોંચ્યા અને ત્યાંથી સરદર પટેલને ફૂલ ચઢાવ્યા હતા. ત્યાર પછી વડાપ્રધાને એકતા નગરમાં એકઠા થયેલા લોકોને સંબોધિત કર્યા હતા.
સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સંબોધન…
- Advertisement -
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેવડિયા એકતાનગર ખાતે સ્ટેચ્યૂ ઓફ યુનિટીના પરિસરમાં દેશવાસીઓને સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું કે, આ પ્રતિમાના નિર્માણમાં એક ભારતનો સંદેશ રહેલો છે. ભારતના ખેડૂતોએ ઓજારો આપ્યાં છે. આ મોટી પ્રેરણા છે. આ પ્રેરણાથી પ્રેરાઈને કરોડો લોકો આવે છે. સરદાર સાહેબના આદર્શથી એક ભારત, શ્રેષ્ઠ ભારતનો સંકલ્પ છે.
આવનારાં 25 વર્ષ સૌથી મહત્ત્વપૂર્ણ 25 વર્ષ છે. ભારતને સમૃદ્ધ બનાવવાનું છે. ભારતને વિકસિત બનાવવાનું છે. આપણને ગર્વ છે કે ભારત ચંદ્ર પર પહોંચ્યું છે. દેશ-દુનિયામાં તિરંગાની શાન વધી રહી છે. ઓલિમ્પિકમાં સૌથી વધારે મેડલ જિત્યા છે. ભારતે ગુલામીની માનસિકતાને ત્યાગીને આગળ વધવાનો સંકલ્પ લીધો છે. આજે એવું કોઈ લક્ષ્ય નથી કે ભારત મેળવી ન શકે. દરેકનો પ્રયાસ હોય તો અસંભવ કાંઈ હોતું નથી. કોણે વિચાર્યું હતું કે ક્યારેય કાશ્મીર કલમ 370થી મુક્ત થઈ શકે. પણ આજે કાશ્મીર અને દેશ વચ્ચેની 370 કલમની દીવાલ પડી ગઈ છે. સરદાર સાહેબ જ્યાં પણ હશે, તેમનો આત્મા રાજી થતો હશે. કાશ્મીરના લોકો આઝાદીની હવામાં શ્વાસ લઈ રહ્યા છે.
- Advertisement -
વડાપ્રધાને કેવડિયા એકતા નગર કોલોની ખાતે જણાવ્યું હતું કે, સંકલ્પ સે સિદ્ધિનું મોટું ઉદાહરણ આપણું આ એકતા નગર પણ છે. દસ વર્ષ પહેલાં કોઈએ વિચાર્યું પણ નહોતું કે કેવડિયા આટલું બદલાઈ જશે. જ્યારે પણ અહીંયાં આવું છું ત્યારે અલગ આકર્ષણ જોવા મળે છે. અહીંયાં છેલ્લા છ મહિનામાં દોઢ લાખથી વધારે વૃક્ષો વાવ્યાં છે. સોલાર પાવરમાં પણ એકતા નગર આગળ છે. હવે સ્પેશિયલ હેરિટેજ ટ્રેનનું આકર્ષણ ઊભું થશે. અમદાવાદ અને કેવડિયા વચ્ચેની આ ટ્રેનમાં આપણો વારસો છે. એન્જિન સ્ટીમ જેવું દેખાશે પણ ચાલશે વીજળીથી. હવે અહીંયાં પબ્લિક બાઈક શેરિંગ સિસ્ટમની પણ સુવિધા મળશે. કોરોના પછી કેટલાય દેશોની હાલત ખરાબ છે. હજી પણ અમુક દેશો મોંઘવારીમાંથી બહાર નથી આવ્યા. એ દેશોમાં બેરાજગારીની સમસ્યા વધેલી છે. આવી સ્થિતિમાં ભારત પ્રગતિનો ધ્વજ ફરકાવી રહ્યું છે. આપણે નવા રેકોર્ડ બનાવ્યા છે. નવા ઈતિહાસ રચ્યા છે. ભારતમાં ગરીબી ઓછી થઈ રહી છે. પાંચ વર્ષમાં 13.5 કરોડથી વધારે લોકો ગરીબીમાંથી બહાર આવ્યા. આનાથી એક વાત તો સાબિત થઈ છે કે દેશમાંથી ગરીબી નાબૂદ કરી શકાય છે.
દેશની આંતરિક સુરક્ષા મુદ્દે PM નરેન્દ્ર મોદીએ ઉદ્બોધનમાં કહ્યું કે, આપણે ભવિષ્યને ધ્યાનમાં રાખવાનું છે અને આપણા સંકલ્પ પર મંડ્યા પડવાનું છે. દેશના પહેલા ગૃહમંત્રી હોવાના કારણે દેશની સુરક્ષા માટે ચિંતિત હતા. દેશની આંતરિક સુરક્ષા માટે પણ જવાનો તૈયાર છે. લોકો આજે પણ એ સમયને નથી ભૂલ્યા, જ્યારે ભીડભાડમાં જવાથી ડર લાગતો હતો. લોકોએ બ્લાસ્ટ પછીની તબાહી જોઈ છે. પછી તપાસના નામે એ સમયની સરકારની સુસ્તી પણ જોઈ છે. તમને ફરી એ સમયમાં નથી જવા દેવાના. જે લોકો દેશની એકતા પર હુમલો કરે છે. આપણે તેને ઓળખી લેવાના છે. આપણા વિકાસમાં સૌથી મોટો અવરોધ છે, તુષ્ટિકરણની રાજનીતિ. તુષ્ટિકરણ કરનારાઓને આતંકવાદ ક્યારેય દેખાયો નથી. એ લોકો આતંકીઓને બચાવવા અદાલત પહોંચે છે.
દેશમાં ચૂંટણીનો માહોલ છે. આવતા વર્ષે લોકસભાની ચૂંટણી થવાની છે. એક જૂથ એવું છે જેને સકારાત્મક રાજનીતિ કરવી નથી. આ જૂથ પોતાના સ્વાર્થ માટે દેશની એકતા તોડી શકે છે. આ પડકારો વચ્ચે તમારી, મારા દેશવાસીઓની ભૂમિકા મહત્ત્વપૂર્ણ થઈ ગઈ છે. આ લોકો પોતે એકજૂટ થઈને દેશની તાકાત તોડવા માગે છે. આપણે વિકસિત ભારતને જોવા માટે એકતાના મંત્રોને જીવવાના છે. એકતાને સાકાર કરવા યોગદાન આપવાનું છે. આપણે જે પણ ક્ષેત્રમાં હોઈએ ત્યાં પૂર્ણ આપવાનું છે.
Addressing the Rashtriya Ekta Diwas. May this day further the spirit of unity and brotherhood in our society. https://t.co/e3XBxzjEt1
— Narendra Modi (@narendramodi) October 31, 2023
આજથી માય ગોવ (My Gov) પર સરદાર સાહેબ સાથે જોડાયેલી સ્પર્ધા પણ શરૂ થઈ રહી છે. આજનું ભારત નવું ભારત છે. આજનો ભારતવાસી અસીમ આત્મવિશ્વાસથી ભરેલો છે.
બીએસએફ અને પોલીસની કૂચ ટુકડીમાં મહિલા ટુકડીએ શાનદાર પરાક્રમ બતાવ્યા
સરદાર પટેલની પ્રતિમાના ચરણ સ્પર્શ કરી પૂજા કરી
પ્રધાનમંત્રી નરેદ્ર મોદી સવારે કેવડિયા કોલોની ખાતે હેલિપેડથી આવ્યા હતા. જેને સ્થાનિક પ્રસાશન અને સચિવો આવકાર્યા હતા. જ્યાંથી સીધા તેઓએ સ્ટેચ્યુ ઓફો યુનિટી ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાના ચરણ સ્પર્શ કરી પૂજા કરી.
મોદીએ દેશવાસીઓને દેશની એકતા, અખંડિતતા અને સુરક્ષા માટે શપથ લેવડાવ્યા
વડાપ્રધાન એકતા પરેડમાં ઉપસ્થિત રહ્યા
પ્રતિમાની પૂજા કરી સીધા પરેડ ગ્રાઉન્ડ પર હાજર રહી અને રાષ્ટ્રીય એકતા પરેડને સલામી આપી હતી. જ્યાં ગુજરાત રાજ્ય પોલીસ ફ્લેગ માર્ચ કરી હતી. કેમલ માર્ચ અને હોર્સ માર્ચ સાથે IBPT, CRPF, BSF, NSG, NDRF, ગુજરાત પોલીસ અને અન્ય સુરક્ષા દળો વિવિધ કરતબો કર્યા હતા. આ પરેડ દરમિયાન યુવાનોએ ચંદ્રયાન-3 મિશનના સફળ પરીક્ષણ પર ખુશી વ્યક્ત કરતું પરફોર્મ આપ્યું હતું. યુવાનોએ દેશની આ ઐતિહાસિક સિદ્ધિની નાનકડી ઝલક રજૂ કરી હતી. તેમજ તિરંગાની પ્રતિકૃતિ રજૂ કરીને સમાપન કરાયું હતું. PM મોદી પરેડને નિહાળી સંબોધન કરશે.
લખપતના કિલ્લો આ કાર્યક્રમોમાં મોદી ભાગ લેશે
મોદી એકતા નગર (જ્યાં પટેલની પ્રતિમા સ્થાપિત છે)માં વિકાસ અને પર્યટન સંબંધિત અનેક પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે. જેમાં 30 ઈ-બસ, સિટી ગેસ સુવિધા અને ગોલ્ફ કાર્ટનું પણ ઉદ્ઘાટન કરવામાં આવશે. પીએમ મુલાકાતી કેન્દ્રનું પણ ઉદ્ઘાટન કરશે. અહીં ફૂડ કોર્ટ, રેસ્ટોરન્ટ અને મનોરંજન માટે ઘણી સુવિધાઓ તૈયાર કરવામાં આવી છે. મોદી ડ્રેગન ફ્રૂટ નર્સરી કમલમ પાર્કનું પણ ઉદ્ઘાટન કરશે.
આ પ્રતિમા ગુજરાતના કેવડિયામાં નર્મદા નદી પર બનેલા સરદાર સરોવર ડેમ પર સ્થાપિત કરવામાં આવી છે.
મેરા યુવા ભારત વેબસાઈટ લોન્ચ કરવામાં આવશે
રવિવાર, 29 ઓક્ટોબરના રોજ વડાપ્રધાન મોદીએ તેમના રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’ના 106મા એપિસોડને સંબોધિત કર્યું હતું. આ દરમિયાન તેમણે 31 ઓક્ટોબરથી ‘મેરા યુવા ભારત’ નામનું દેશવ્યાપી સંગઠન શરૂ કરવાની વાત કરી હતી.
#WATCH | PM Modi administers 'National Unity Day' pledge to the public at Ekta Nagar in Gujarat on the occasion of the birth anniversary of Sardar Vallabhbhai Patel pic.twitter.com/LupBAVDym7
— ANI (@ANI) October 31, 2023
લખપતના કિલ્લાની પ્રતિકૃતિ સાથે પોતાનું પ્રેરક ઉદબોધન કરશે
‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ના લોકાર્પણને પાંચ વર્ષ પૂર્ણ થઇ રહ્યા છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમક્ષ યોજાનારી પરેડમાં અર્ધ લશ્કરી દળો સાથે પાંચ રાજ્યોના પોલીસ વિભાગ જોડાયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી કચ્છના લખપતના કિલ્લાની પ્રતિકૃતિ સાથે પોતાનું પ્રેરક ઉદબોધન કરશે. ત્યાર બાદ પોલીસજવાનો દ્વારા પરેડ કરવામાં આવશે. તેના પશ્ચાદભૂમાં લખપતનો કિલ્લો હશે. લખપતનો કિલ્લો દેશના એ ચુનિંદા કિલ્લાઓ પૈકીનો એક છે. જ્યાં આજે પણ સ્વાતંત્ર્ય દિને અને પ્રજાસતાક દિને ધ્વજવંદન કરાય છે અને પાકિસ્તાન બોર્ડર સમીપે આવેલા આ ઐતિહાસિક સ્થળે શાનથી તિરંગો લહેરાય છે.
સનદી અધિકારીઓ સાથે બેઠક
પરેડ ગ્રાઉન્ડ ખાતે મોદી સવારે 10.20 કલાક સુધી રોકાશે અને સીધા વિવિધ લોકાર્પણો માટે જશે. 10.20થી 12 વાગ્યા સુધી લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. જ્યાંથી સીધા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આરંભ કાર્યક્રમમાં સનદી અધિકારીઓ સાથે બેઠક કરશે અને બપોરે 1.25ના ત્યાંથી સીધા હેલિપેડ ખાતે પહોંચી અને હેલિકોપ્ટરથી અમદાવાદ પહોંચશે.
પાંચ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત
સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસર બનશે ગુજરાતના ગ્રીન ગ્રોથની નવી ઓળખ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે સરદાર પટેલ જયંતીના અવસરે પ્રકૃતિના સંરક્ષણ માટે ગ્રીન ઇનિશિયેટિવ હેઠળ પાંચ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે. જેમાં 30 ઇ-બસ, 210 પબ્લિક બાઇક શેરિંગ, ગુજરાત ગેસ લિમિટેડ દ્વારા સિટિ ગેસનું વિતરણ તથા એકતાનગરમાં આવતા પ્રવાસીઓના સરળ ટ્રાન્સપોર્ટેશન માટે ગોલ્ફ કાર્ટ્સ જેવી સુવિધાઓનું લોકાર્પણ તેમજ 4 મેગાવોટ સ્થાપિત ક્ષમતા સાથેના સોલાર પેનલ્સનું ખાતમુહૂર્ત કરવામાં આવશે.
પ્રકૃતિના સંરક્ષણ સાથે એકતાનગરનો વિકાસ
આ સાથે જ, ગ્રીન અને એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી સસ્ટેનેબલ સોલ્યુશન્સના ભાગરૂપે તેમજ 1.4 મેગાવોટની સોલાર પાવર ઉત્પાદનની હાલની ક્ષમતામાં વધારો કરવા માટે પાર્કિંગ 1, પાર્કિંગ 2 અને પાર્કિંગ 3 પર સોલાર પેનલ્સ ઇન્સ્ટોલ કરવાની યોજના છે. જે 4 મેગાવોટ સોલાર પાવર જનરેટ કરશે. આમ, પ્રકૃતિના સંરક્ષણ સાથે એકતાનગરનો વિકાસ કરવામાં આવી રહ્યો છે.
સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા છે
સરદાર પટેલની આ પ્રતિમા (182 મીટર) વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા છે. 2010 માં, મોદીએ, મુખ્યમંત્રી તરીકે, તેને સ્થાપિત કરવાની જાહેરાત કરી હતી. પ્રતિમાનું નિર્માણ 31 ઓક્ટોબર 2013ના રોજ શરૂ થયું હતું, જે પાંચ વર્ષ પછી એટલે કે 31 ઓક્ટોબર 2018ના રોજ સરદાર પટેલની 143મી જન્મજયંતિએ પૂર્ણ થયું હતું. આ પ્રતિમાનું ઉદ્ઘાટન પીએમ નરેન્દ્ર મોદીએ કર્યું હતું.