ટાપુઓની માલિકીને લઈ ચીન સાથે ફિલિપાઈન્સનો વિવાદ વધારે વકરી રહ્યો છે
ખાસ-ખબર સંવાદદાતા
સાઉથ ચાઈના સીમાં કેટલાક ટાપુઓની માલિકીને લઈને ચીન સાથે ફિલિપાઈન્સનો ચાલી રહેલો વિવાદ વધારે વકરી રહ્યો છે. ફિલિપાઈન્સે પણ ચીનની દાદાગીરી સામે તાબે થવાની જગ્યાએ ભારત જેવુ વલણ અપનાવ્યુ છે.
ફિલિપાઈન્સે પોતાના દેશમાંચાલી રહેલા ચીનના મહત્વના પ્રોજેકટસ રદ કરવાની જાહેરાત કરી છે. જેમાં પાંચ અબજ ડોલરના 3 મહત્વના રેલવે પ્રોજેકટ પણ સામેલ છે. આ પ્રોજેકટ માટે ચીન લોન આપવાનુ હતુ. સાથે સાથે ફિલિપાઈન્સ સરકારે દેશમાં રસ્તાઓના નિર્માણ માટે ચીનની કંપનીઓની એન્ટ્રી પણ બેન કરી દીધી છે. આ યોજનાઓ માટે હવે ફિલિપાઈન્સ બીજા દેશો સાથે ચર્ચા કરી રહ્યુ છે. ચીન અને ફિલિપાઈન્સ વચ્ચે ટકરાવનુ કારણ સાઉથ ચાઈના સીમાં આવેલો સેક્ધડ થોમસ શોલ નામનો ટાપુ છે. જ્યાં ફિલિપાઈન્સે પોતાના સૈનિકોને તૈનાત કર્યા છે અને ચીનના જહાજો ફિલિપાઈન્સની સપ્લાય બોટોને ટાપુ તરફ જતી રોકી રહ્યા છે. તાજેતરમાં ચીનના કોસ્ટ ગાર્ડ દ્વારા ફિલિપાઈન્સની બે બોટોને જાણી જોઈને ટક્કર પણ મારવામાં આવી હતી. ફિલિપાઈન્સના ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર જેમ બોતિસ્તાએ કહ્યુ હતુ કે, ચીનની જગ્યાએ અમે બીજા ભાગીદારોની શોધ કરી રહ્યા છે.