– વિદ્યાર્થીઓ, નાગરિકો અને રમત ગમત ક્ષેત્રના અગ્રણીઓની વિશેષ ઉપસ્થિતિ
“સ્વચ્છ ભારત-સ્વસ્થ ભારત” થીમ સાથે “ફીટ ઇન્ડિયા સ્વચ્છતા ફ્રીડમ 4.0 રન”નું આયોજન રાજકોટ ખાતે કરવામાં આવ્યું હતું. જે અન્વયે આજરોજ સવારે 7:00 કલાકે દરેક ક્ષેત્રમાં તમામ વયજૂથના બાળકો, વિદ્યાર્થીઓ અને ખેલાડીઓએ બહુમાળી ભવનથી શરૂ કરી સમગ્ર રેસકોર્ષને ફરતે બાલભવન સુધી દોડ લગાવી હતી.
- Advertisement -
“ફીટ ઇન્ડિયા સ્વચ્છતા ફ્રીડમ 4.0 રન” ને લીલી ઝંડી આપીને શરૂઆત જિલ્લા રમત વિકાસ અધિકારી રમા મદ્રા, વ્યાયામ મંડળ રાજકોટના પ્રમુખ ભરતસિંહ પરમાર, હોકી એસોસિએશનના પ્રમુખ મહેશભાઈ દિવેચા, બેડમિંટન એસોસિએશનના પ્રમુખ જયદીપસીંહ સરવૈયા, હેડ કોચ, ડી.એલ.એસ.એસ.ના કોચઓ, ટ્રેઈનર્સઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.