ખાસ-ખબર સંવાદદાતા
પોરબંદરમાં સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા નેવલ હેડ ક્વાર્ટર આઈએનએસ સરદાર પટેલ ખાતે સાયબર ક્રાઇમ એન્ડ સાઈબર સિક્યુરિટી વિષય પર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. સાયબર ક્રાઇમ સેમિનારનું આયોજન કરી અધિકારીઓને અને કર્મચારીઓને સાયબર ક્રાઇમ અંગે વિસ્તૃતમાં માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કયા પ્રકારના સાઇબર ક્રાઇમ થઈ રહ્યા છે, તેના વિશે સમજ આપવામાં આવી હતી. સાયબર સિક્યુરિટી અને સાઇબર સેફ્ટી શું છે તેમજ સાયબર ક્રાઇમથી બચવા માટે શું સાવધાની રાખવી જોઈએ તેના વિશે માહિતી આપવામાં આવી હતી. સાઇબર ક્રાઇમના બનાવ બને તો કઈ જગ્યાએ ફરિયાદ લખાવવી સહિતના મુદ્દાઓની ઝીણવડ ભરી માહિતી પૂરી પાડવામાં આવી હતી.