ઓસ્ટિને કહ્યું, “આજે રાષ્ટ્રપતિ જો બાયડનના નિર્દેશન પર અમેરિકી સૈન્યએ પૂર્વી સીરિયામાં ઈરાને ઈસ્લામિક રિવોલ્યૂશનરી ગાર્ડ કોર્પ્સ અને તેનાથી જોડાયેલા ગ્રુપના ઠેકાણાઓ પર હુમલો કર્યો છે.”
ઈઝરાયલ-હમાસ યુદ્ધની વચ્ચે અમેરિકાએ સીરિયા પર એક સ્ટ્રાઈક કરી દીધી છે. અમેરિકી સૈન્ય વિમાનોએ પૂર્વી સીરિયામાં ઈરાન સમર્થક આતંકવાદી ગ્રુપ પર હુમલો કર્યો છે. આ ગ્રુપે હાલમાં જ ઈરાક અને સીરિયામાં અમેરિકી સૈનિકો પર એક ડજનથી વધારે રોકેટ અને ડ્રોન હુમલા કર્યા હતા. એક રિપોર્ટ અુસાર તે હુમલામાં 20થી વધારે અમેરિકી સૈનિક ઘાયલ થયા હતા. સીરિયા પર આ એર સ્ટ્રાઈક તેજ હુમલાઓનો જવાબ છે.
- Advertisement -
અનેક ઠાકાણાઓ પર હુમલો
રક્ષા સચિવ લોયડ ઓસ્ટિને કહ્યું, “આજે રાષ્ટ્રપતિ જો બાયડનના નિર્દેશન પર અમેરિકી સૈન્યએ પૂર્વી સીરિયામાં ઈરાને ઈસ્લામિક રિવોલ્યૂશનરી ગાર્ડ કોર્પ્સ અને તેનાથી જોડાયેલા ગ્રુપના ઠેકાણાઓ પર હુમલો કર્યો છે. 17 ઓક્ટોબરથી શરૂ થયેલા ઈરાની સમર્થિત મિલિશિયા ગ્રુપ દ્વારા ઈરાક અને સીરિયામાં અમેરિકી સૈનિકોના સામે ચાલી રહેલા હુમલાનો આ જવાબ છે.”
તેમણે કહ્યું, “રાષ્ટ્રપતિ માટે અમેરિકી સૈનિકોની સુરક્ષાથી ઉપર કોઈ પ્રાથમિકતા નથી. તેમણે કહ્યું આજની કાર્યવાહીથી એ સ્પષ્ટ કરવાનો આદેશ આપવામાં આવ્યો કે સંયુક્ત રાજ્ય અમેરિકી એવા હુમલાને સહન નહીં કરે. પોતાના સૌનિકો અને પોતાના હિતોની રક્ષા કરશે.”
24 અમેરિકી સૈનિકો થયા હતા ઘાયલ
ઈરાક અને સીરિયામાં અમેરિકી ઠેકાણાઓ પર હાલમાં થયેલા હુમલામાં લગભગ 24 અમેરિકી સૈનિક ઘાયલ થયા હતા. અમેરિકી સેન્ટ્રલ કમાંડના પ્રવક્તાએ એક નિવેદનમાં આ જાણકારી આપી હતી. પ્રવક્તાએ મંગળવારે કહ્યું હતું, “અમેરિકા અને ગઠબંધન પક્ષોની સામે લોન્ચ કરવામાં આવેલા એક તરફી હુમલા વાળા ડ્રોન સીરિયાને અલ-તનફ ગૈરીસનમાં નષ્ટ થઈ ગયા.” 20 કર્મીઓને સામાન્ય ઈજાય પહોંચી છે.