આરોગ્ય વિભાગની નિષ્ફળતા: નવા કોયબા ગામે 70થી વધુ ડેન્ગ્યૂના કેસ
ખાસ-ખબર સંવાદદાતા
હળવદ તાલુકાના કોયબા ગામે ચોમાસા બાદ રોગચાળાએ ભરડો લીધો છે જેને લઈને નવા કોયબા ગામે 70 થી વધુ ઘરોમાં અને 300 થી વધુની વસ્તી ધરાવતા આ ગામમાં 70 થી વધારે માંદગીના ખાટલા છે જેમાં મોટાભાગના દર્દીઓ ડેન્ગ્યુની સારવાર લઈ રહ્યાં છે જેમાં નાના બાળકોથી લઈને વૃદ્ધો પણ ડેન્ગ્યુના ભરડામાં આવી ગયા છે.
- Advertisement -
ગ્રામજનોના જણાવ્યા મુજબ, કોયબા ગામમાં 70 થી વધુ ડેન્ગ્યૂના કેસો હાલ એક્ટિવ છે અને હળવદ, સુરેન્દ્રનગર, મોરબી અને અમદાવાદ સુધીના જીલ્લામાં દર્દીઓ સારવાર લઈ રહ્યાં છે અને આ રોગમાં સૌથી વધારે રિપોર્ટ આવી રહ્યાં છે જેમાં લોહીના કાઉન્ટ ઘટી જાય છે જેથી કરીને રોગચાળો ફેલાયો છે ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા સર્વે કરીને યોગ્ય સારવાર ઉપલબ્ધ કરાવવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે.
આરોગ્ય કેન્દ્રમાં સ્ટાફ જ નથી: ગ્રામજનો
કોયબા ગામના ગ્રામજનોના જણાવ્યા મુજબ હળવદ તાલુકાના કોયબા ગામે પેટા આરોગ્ય કેન્દ્ર બનાવવામાં આવ્યું છે જેમાં ઈઇંઘની જગ્યા ખાલી છે જેથી કરીને ગ્રામજનોને યોગ્ય સારવાર મળતી નથી તો સાથે પેટા આરોગ્ય કેન્દ્રમાં પણ પુરતો સ્ટાફ નથી જેથી કરીને પેટા આરોગ્ય કેન્દ્ર શોભાના ગાંઠીયા સમાન બની ગયું છે.