-સ્વદેશ પરત ફરતા સમયે વિમાની મથક પર જ સજા રદ કરતી અરજી પર સહી કરી હતી
પાકિસ્તાનમાં પરત ફરતા જ ફરી સતા પર માનવા માટે નિશ્ચીત બનેલા પુર્વ વડાપ્રધાન નમાઝ શરીફ તેમની સામેના ભ્રષ્ટાચારના બે કેસમાં થયેલી સજા રદ કરવા અપીલ કરતા જ ઈસ્લામાબાદ હાઈકોર્ટમાં દાખલ કરી હતી તે સ્વીકારી લેવામાં આવી છે. શરીફ વિદેશથી ઈસ્લામાબાદ પહોંચ્યા તો તુર્તજ તેની લીગલ ટીમે અપીલના દસ્તાવેજો તૈયાર રાખ્યા હતા
- Advertisement -
જે આજે હાઈકોર્ટમાં સુનાવણી માટે રખાયા અને તે મંજુર કરી લેવાતા શરીફ અંગે એક સ્વતંત્ર વ્યક્તિ બની છે. તેઓની સામે અર્ધો ડઝન કેસ ચાલે છે જેમાં બે માં તેમને ઉપરાંત તેમના પુત્રી વિ.ને સજા થઈ હતી અને ચુંટણી લડવા પર આજીવન પ્રતિબંધ હતા. તેઓ જેલમાંજ સ્વાસ્થ્યના કારણે ઈલાજ માટે વિદેશ ગયા હતા અને ચાર વર્ષ પછી હવે પાકમાં સામાન્ય ચૂંટણી છે તે સમયે તેઓ પરત ફરતા સૈન્ય સામેની ‘ગોઠવણ’ મુજબ તેઓ સામેના કેસમાં સજા રદ થતા તેઓ ચૂંટણી લડી શકશે.