રાજકોટ શહેરમાં મોડીરાત્રે આગ લાગ્યાની ઘટના સામે આવી હતી. જેમાં નોબલ ફર્નિચરના ગોડાઉનમાં આગ લાગી હોવાની જાણ થતાં ચીફ ફાયર ઓફિસર સહિત ચાર ગાડીનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. જ્યાં પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવા મેળવાયો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈપણ જાનહાની થઈ નથી, પરંતુ લાખોનું નુકસાન થયાની શંકા સેવાઈ રહી છે. ચીફ ફાયર ઓફિસર આઈ. વી. ખેરે જણાવ્યું હતું કે, રાજકોટના ઢેબર રોડ પર આવેલી પાણીની ટાંકી સામે શ્રમજીવી – સોસાયટીમાં નોબલ ફર્નિચરના ગાદલાના બંધ ગોડાઉનમાં આગ લાગ્યાની જાણ થતા ફાયરની ગાડીઓ મોકલવામાં આવી હતી. ભારે જહેમત બાદ તેમના પર કાબૂ મેળવવામાં આવ્યો હતો.
શહેરમાં મોડી રાત્રે નોબલ ફર્નિચરમાં લાગી આગ: લાખોનું નુકસાન
Follow US
Find US on Social Medias