સુપ્રિમે ચિંતા વ્યકત કરતા કહ્યું-હજુ સુધી આ જૂની પ્રથા ચાલી આવે છે, આ પૈસાની નહિં, માનવીય વ્યકિતત્વ બહાલ કરવાની લડાઈ છે
સુપ્રિમ કોર્ટે ગટર સફાઈ દરમ્યાન થનારા મોતના મામલામાં સરકારી ઓથોરીટીને વળતર આપવાનો આદેશ કર્યો છે. સુપ્રિમ કોર્ટે જણાવ્યું છે કે, કેન્દ્ર અને રાજય સરકારોએ નિશ્ચિત કરવુ પડશે કે હાથેથી મેલાની સફાઈ પુરી રીતે ખતમ કરવી પડશે. સુપ્રિમ કોર્ટે એ વાત પર ચિંતા વ્યકત કરી કે અત્યાર સુધી આ જુની રીત ચાલી આવી રહી છે.
- Advertisement -
કોર્ટે જણાવ્યું હતું કે, આ પૈસાની લડાઈ નથી બલકે માનવીય વ્યકિતત્વના સ્વતંત્રતાને બહાલ કરવાની લડાઈ છે. સુપ્રિમ કોર્ટે જણાવ્યું હતું કે, સરકાર સખ્ત અને કારગત પગલા ઉઠાવે તે વિકિટમ (ભોગ બનેલ) માટે વળતરની સાથે સાથે તેના પરિવારજનો માટે સ્કોલરશીપ અને કૌશલ (સ્કીલ) વાળા પ્રોગ્રામ ચલાવે આપણે બધાએ આપણી ડયુટી પર ખરૂ ઉતરવુ પડશે. રાજય અને સરકારો એ નિશ્ચિત કરવુ પડશે કે તેને પુરી રીતે લાગુ કરે.
અદાલતે જણાવ્યું હતું કે, હાથેથી મેલુની સફાઈ અને ગટરની સફાઈ કરનારા લોકો એક અમાનવીય પરિસ્થિતિઓમાં ફસાયા છે. આ એવા લોકો છે જેમને સાંભળવામાં નથી આવતા. આપણા બધા પર સાચો ભાઈચારો સાકાર કરવાની ફરજ છે.
મળે વળતર: જસ્ટીસ એસ.રવિન્દ્ર ભટ્ટની આગેવાનીવાળી બેન્ચે જણાવ્યું હતું કે, મજુરનું ગટર સફાઈ દરમ્યાન મોત થાય છે તો તેના પરિવારોને 30 લાખ રૂપિયા વળતર ચુકવવામાં આવે. જો કોઈ પુરી રીતે વિકલાંગ બને છે તો તેને 20 લાખ રૂપિયા અને કોઈ મજુર વિકલાંગ બને છે તો તેને 10 લાખ રૂપિયાનુ વળતર ચૂકવવામાં આવે.
- Advertisement -
કોર્ટે જણાવ્યું હતું કે, સરકારી ઓથોરીટી નકકી કરે કે આવી ઘટના ન બને. ઉલ્લેખનીય છે કે સંસદની એક કમિટિએ વર્ષ 2014 માં તે જ વર્ષે બજેટમાં જાહેરાત કરી હતી કે ગટર અને સેપ્ટીક ટેન્કની સફાઈ પુરી રીતે મશીનથી થશે તેના માટે 100 કરોડની નમસ્તે યોજના શરૂ થઈ હતી.