ભારત અને કેનેડાની વચ્ચે વિવદ સતત ચાલુ છે. આ વચ્ચે કેનેડાના વડાપ્રધાન ફરી એક વાર ભારતની કાર્યવાહી સામે ટિપ્પણી કરી છે. કેનેડાના પીએમએ કહ્યું કે, રાજદ્વારીઓને લઇને જાહેર કરેલો ભારતનો નિર્ણય કન્વેંશનનું ઉલ્લંઘન છે. આ બાબતથી બધા દેશોએ ચિંતિત થવું જોઇએ. જણાવી દઇએ કે, ભારતે 21 કેનેડાઇ રાજદ્વારીઓ અને તેના આશ્રિતોને છોડીને 20 ઓક્ટોબર પછી બધા રાજદ્વારીઓની સિક્યોરિટી હટાવવા માટે આદેશ જાહેર કર્યો હતો, જેનો કેનેડા વિરોધ કરી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે, ભારત અને કેનેડાની વચ્ચે મનદુ:ખ ખાલિસ્તાની આતંકી હરદીપ સિંહ નિજ્જરની હત્યા પછી શરૂ થયો છે. જો કે, આ વિવાદ ત્યારે વધ્યો જયારે કેનેડાની પીએમએ નિજ્જરની હત્યાનો આરોપ ભારત પર લગાવ્યો હતો.
- Advertisement -
ભારતે ઉલ્લંઘનનો દાવો નકારી કાઢયો
કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ ગઇકાલે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, ભારત સરકારના કારણે ભારત અને કેનેડાના લાખો લોકોના સામાન્ય જીવન જીવવું કઠિન બની ગયું છે. ભારતની રાજદ્વારીઓની સામે કાર્યવાહી આતંરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન છે. ભારત સરકારે 40 કેનેડાઇ રાજદ્વારીઓની સુરક્ષાને એકતરફા રદ કરવાનો નિર્ણય કર્યો, જે વિયાના કન્વેંશનનું ઉલ્લંઘન છે. આ આતંરરાષ્ટ્રીય કૂટનીતિનું ઉલ્લંઘન છે. વિશ્વના બધા દેશોએ આ વિશે ચિંતા કરવી જોઇએ. જો કે, ભારતે વિયાના કન્વેંશનનું ઉલ્લંઘન કરવાનો દાવો પૂર્ણ રીતે નકારી કાઢયો છે.
સૂત્રોનું માનવામાં આવે તો રાજદ્વારીઓના પ્રતિનિધિત્વમાં સમાનતાની માંગણી કરવાના ભારતના નિર્ણયને કેવળ ઓટાવા અને નવી દિલ્હીમાં મિશનોથી સંબંધિત હતું. બેંગલુરૂ, મુંબઇ અને ચંદીગઢમાં તેમના વાણીજ્ય દૂતાવાસોમાં કેનેડાઇ રાજદ્વારીઓની તાકાત પર કોઇ પ્રભાવ નહીં પાડે.
વિદેશ મંત્રીએ કાર્યવાહીને ખોટી ગણાવી
વડાપ્રધાનની ટિપ્પણી પહેલા કેનેડાના વિદેશ મંત્રી મેલાની જોલીએ પણ ભારતની કાર્યવાહીને આંતરરાષ્ટ્રીય નિયમોનું ઉલ્લંઘન ગણાવ્યું હતું. જોલીએ કહ્યું હતું કે, ભારના નિર્ણયના કારણે 41 રાજદ્વારીઓ અને તેમના આશ્રિતોની અનૈતિક રૂપથી સિક્યોરિટી હટાવવી ખોટી છે. જેથી અમારા રાજદ્વારીઓ પર ખતરો છે. 21 રાજદ્વારીઓ હજુ ભારતમાં છે. પરંતુ, કર્મચારીઓની અછતના કારણે ભારતમાં કેટલીય સેવાઓને સીમિત કરવી પડશે, બેંગલુરૂ, મુંબઇ અને ચંદીગઢમાં સૌથી વધારે મુશ્કેલી થશે. હવે આ બધું ફરી ક્યારે શરૂ થશે, તે જાણવું અશક્ય છે. તેમણે આગળ કહ્યું કે, કેનેડા ભારતના આ નિર્ણયનો કોઇ જવાબ આપ્યો નથી. તેઓ રાજદ્વારીઓના માનદંડોને નહીં તોડે.