આ ગૃપ એક દશકા કરતા વધુ સમયથી ફાર્મ, બીઝનેસ સાથે સંકળાયેલું છે: આ પ્રોડક્સના વપરાશથી પર્યાવરણને હાની પહોંચતી નથી
ખાસ-ખબર સંવાદદાતા
છેલ્લા 5 – 7 વર્ષના માર્કેટ રીસર્ચ અને ભારતના લોકોની વધતી જતી ખરીદશક્તિ અને ભારત સરકાર ના સ્વચ્છ ભારત મિશન અંતર્ગત તથા સ્વચ્છતા પ્રત્યેના અભિગમને જોતા અમે ક્લીનીંગ સેગમેન્ટમાં આગળ વધવાનું વિચારીને એક ફૂલ્લી ડેડીકેટ ટીમ સાથે વર્ષ 2021માં એસએનજે બાયોટેક પ્રા.લિ.ની સ્થાપના કરી હતી.
કંપનીની સ્થાપનાથી લઈને અત્યાર સુધી સતત આર એન્ડ ડી કર્યા પછી ક્લીનીંગ સેગમેન્ટમાં ફ્લેવર્સ બ્રાન્ડના નામથી લીક્વીડ લોન્ડ્રી ડીટરજન્ટ, ડીશ વોશ લીક્વીડ અને મલ્ટી સરફેસ ક્લીનરને માર્કેટમાં લોન્ચ કરી રહ્યા છીએ.
અમારા આ બધા જ ઉત્પાદનો ફાર્મા ના કડક માપદંડો પ્રમાણે બનાવીએ છીએ. તેમ જ આ બધી પ્રોડક્સમાં નોન ટોક્સીક ઈન્ગ્રીડીન્ટ્સનો જ વપરાશ કરવામાં આવે છે. જેના કારણે આ પ્રોડક્સના વપરાશથી પર્યાવરણને હાની પહોંચતી નથી. તેમજ આ પ્રોડક્સના વપરાશથી ચામડીને નુકસાન થવાની કે બીજી કોઈપણ જાતની આડઅસરવપરાશ કર્યા પછી થતી નથી.
લીક્વીડ લોન્ડ્રી ડીટરજન્ટ એ બધા જ પ્રકારના ડાઘ / સ્ટેઈન (જેવા કે ચા, શાકના ડાધ) ને આસાની થી દુર કરે છે અને કપડાના કલર તથા ફેબ્રીક ના કોઈજ ચેઈન્જ કરતા નથી