વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમે બાતમીના આધારે વાંકાનેરના ભીમગુડા ગામની સીમમાં વાડીમાંથી વિદેશી દારૂની નાની મોટી 206 બોટલો (કિં. રૂ. 29,200) સાથે એક શખ્સને ઝડપી લીધો હતો. પોલીસની તપાસમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો મોકલનાર અને ઈંગ્લીશ દારૂની ડિલિવરી કરનાર બે બુટલેગરોના નામ ખુલ્યા છે. વાંકાનેર તાલુકા પોલીસની સર્વેલન્સ ટીમે વાંકાનેર તાલુકાના ભીમગુડા ગામની આંકડીયો ઢોળો નામથી ઓળખાતી સીમમાં આરોપી અનીલભાઇ અવચરભાઇ વીંઝવાડીયાની વાડીની ઓરડીમાંથી ભારતીય પરપ્રાંત બનાવટની અલગ અલગ બ્રાન્ડની ઇંગ્લીશ દારૂની નાની મોટી 206 બોટલો (કિં.રૂ. 29,200) સાથે આરોપી અનીલ અવચરભાઇ વીંઝવાડીયાને ઝડપી લીધો હતો. પોલીસની પૂછપરછમાં ઇંગ્લીશ દારૂનો જથ્થો જેની પાસેથી મંગાવેલ તે આરોપી બળવંતસિંહ જીલુભા ઝાલા અને ઇંગ્લીશ દારૂનો જથ્થો આપી જનાર વીક્રમભાઇ ગગજીભાઇ અઘારા વિરૂદ્ધ પ્રોહીબિશન એક્ટ મુજબનો ગુન્હો દાખલ કરાવી પકડવાના બાકી આરોપીઓની શોધખોળ કરી ધરપકડ કરવા માટે ચક્રો ગતીમાન કર્યા છે.
વાંકાનેરના ભીમગુડા ગામની સીમમાંથી વિદેશી દારૂૂના જથ્થા સાથે એક ઝડપાયો
Follow US
Find US on Social Medias