નિયમ મુજબ બી.એડ કોલેજના પરીક્ષા કેન્દ્ર જિલ્લા કક્ષાએ હોય તો આ કોલેજ માટે જ અલગ નિયમ કેમ ?: રોહિતસિંહ રાજપૂતની કુલપતિને રજૂઆત
ખાસ-ખબર સંવાદદાતા
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સરસ્વતી બી.એડ કોલેજ ગાર્ડી વિદ્યાપીઠ કેમ્પસ, આણંદપર, જિ. જામનગર ખાતે કાર્યરત છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સિન્ડિકેટે બી.એડ. પરીક્ષામાં ચોરીનું દુષણ ન રહે તે માટે પરીક્ષાના કેન્દ્રોને જિલ્લા મથકે રાખવાની જોગવાઈ કરવામાં આવી છે. જેતપુર, જામકંડોરણા, ડુમિયાણી સહિતની દૂરની કોલેજના વિદ્યાર્થીઓ રાજકોટ જિલ્લામાં હોવાથી રાજકોટ જિલ્લાના મથકે એટલે કે રાજકોટમાં પરીક્ષા આપવા આવે છે.
વ્હાલા દવાલાની નીતિથી પરીક્ષા કેન્દ્રો ફાળવવામાં આવશે તો ભવિષ્યમાં અન્ય કોલેજ સંચાલકો પણ પોતાના મનપસંદ કેન્દ્રો માંગવાનો શીલશીલો યથાવત રહેશે જેથી ચોરીના દુષણને પ્રોત્સાહન મળશે.એક તરફ પરીક્ષાઓમાં ચોરી થતી અટકાવવા યુનિવર્સિટી મેનેજમેન્ટ કડક નિયમો બનાવી રહી છે ત્યારે આવી સગવડતાઓ બંધ થવી જોઈએ તેવું અમારું સ્પષ્ટપણે માનવું છે.ઉપરોક્ત બાબતે કુલપતિશ્રીને રજુઆત કરી તત્કાલ નિયમ મુજબ પરીક્ષા કેન્દ્ર ફાળવી યોગ્ય કાર્યવાહી કરવા કોંગ્રેસના વિદ્યાર્થીનેતા અને ઝોનલ પ્રવક્તા રોહીતસિંહ રાજપૂતે માંગ કરી છે.