બોલીવુડની અભિનેત્રી રીતુ શિવપુરી ખાસ ઉપસ્થિત રહેશે: મિલન કોઠારી અને તેમની ટીમ દ્વારા તડામાર તૈયારી
ખાસ-ખબર સંવાદદાતા
નવરાત્રીનો તહેવાર શરૂ થવા આડે હવે આંગળીના વેઢે ગણી શકાય તેટલા દિવસો રહ્યા છે પરંતુ મધુરમ ક્લબ દ્વારા આજથી જ આ નવરાત્રી પર્વની શરૂઆત કરી દેવામાં આવશે.
આ વેલકમ નવરાત્રીના આયોજન અંગે માહિતી આપતા મધુરમ ક્લબના મિલન કોઠારીએ કહ્યું હતું કે, છેલ્લા 25 વર્ષથી નવરાત્રી દરમિયાન કંઈક નવું અને અનોખું આપી રહેલા મધુરમ ક્લબના મિલન કોઠારી અને તેમની ટીમ દ્વારા આ વખતે પણ શક્તિ અને ભક્તિની આરાધના માટે વેલકમ નવરાત્રીનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. મધુરમ ક્લબ દ્વારા આજે તારીખ 11મીને બુધવારે વિરાણી હાઇસ્કૂલના ગ્રાઉન્ડમાં સાંજે 7:15 વાગ્યાથી ડીજે વોર થશે અને તેમાં રાજકોટનું યુવા ધન થીરકશે.
તેમણે કહ્યું હતું કે, આ વેલકમ નવરાત્રીનું સૌથી મોટું આકર્ષણ બોલીવુડની સફળ અભિનેત્રી રીતુ શિવપુરી રહેશે. રીતુ શિવપુરી મેદાનમાં સતત હાજર રહીને ખેલૈયાઓને પ્રોત્સાહિત કરશે. શહેરના અગ્રણીઓ જય ખારા, અજીત જૈન,અખિલ શાહ, કેયુર રૂપારેલ, નિલેશ તુરખિયા, જય બોરીચા પ્રેઝન્ટ આ કાર્યક્રમમાં મધુરમ ક્લબના આંગણે શહેર ભાજપના ઉપાધ્યક્ષ રાજદીપસિંહ જાડેજા, જેએમજે ગ્રુપના મયુરધ્વજ સિંહ જાડેજા, પૂર્વ કોર્પોરેટર વિજયભાઈ વાંક, રાજપુત કરણી સેનાના સૌરાષ્ટ્રના પ્રભારી તીર્થરાજસિંહ ગોહિલ અને યુનિટી ટાવરવાળા દુષ્યંતભાઈ ગજેરા વગેરે અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેશે.
આ કાર્યક્રમની સફળતા માટે મધુરમ ક્લબના ડો.હેમાંગ વસાવડા, મિલન કોઠારી,હર્ષદ રૂપારેલીયા, પરેશ વાઘાણી, આશિષ મહેતા, મનોજ ઉનડકટ ડો એમ વી વેકરીયા, ડો મનીષ ગોસાઈ, શૈલેન્દ્રસિંહ ગોહિલ, હેમતસિંહ પઢીયાર, સંદીપ કલ્યાણી,અમિત ભીંડે, રાજુ દાવડા, સુભાષ ચૌહાણ, મયુરસિંહ જાડેજા (ઢોલરા) જીતુ પીઠડીયા, મેહુલ બોરીચા, હિતેષ દેસાઈ, યુવરાજ માંજરીયા, મંયક ઠક્કર, ચિરાગ મેહતા, મિતેષ રાઇચુરા, પ્રદીપ મણિયાર, મનીષ કક્ડ, પ્રધુમન તન્ના, આશિષ તન્ના, નિલેશ ખુંટ, નિરવ મેહતા, રેનીશ પટેલ, નરેન્દ્રસિંહ ઝાલા, હરેશ ડોડીયા, અમિત રૂપારેલિયા, રાજીવ ઘેલાણી, હિમાંશુ પારેખ, નિલેશ વાઘેલા, તુષાર પતીરા, પ્રતીક શાહ, દેવાંગ ખજુરિયા, કેતન વખારિયા, દિપક વસા, પંકજ મેહતા, આશિષ દોશી, મહિલા વિંગના રતનાબેન સેજપાલ, રમાબેન હેરભા, પ્રતિમાબેન વ્યાસ, માયાબેન મણિયાર સહિતના આગેવાનો જહેમત ઉઠાવી રહ્યા છે.