ખાસ-ખબર સંવાદદાતા
પોરબંદર જૂની પેન્શનની માગ દિન પ્રતિદિન પ્રબળ બની રહી છે, જેને લઈ શિક્ષકોના સંગઠનો લડત આપી રહ્યા છે. રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના નેજા હેઠળ 17 તારીખે સોમનાથથી યાત્રાનો પ્રારંભ થયા બાદ આ યાત્રા દિલ્હી ખાતે પહોંચી છે. જેમા પોરબંદર જિલ્લા સંઘના પ્રમુખ હિરેનભાઈ ઓડેદરા, મહામંત્રી મનોજભાઈ મૈત્રા, કુતિયાણા તાલુકા પ્રમુખ ભનુભાઈ મોડેદરા તેમજ રાણાવાવ તાલુકા પ્રમુખ પોપટભાઈ ખુટી સહિત હોદ્દેદારો યાત્રાની પૂર્ણાહુતિમાં દિલ્હી ખાતે જોડાયા હતા.
જૂની પેન્શન યોજનાને લઇ સોમનાથથી શરૂ થયેલી યાત્રા દિલ્હી પહોંચી
