એભલભાઈ બરાલિયાની બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચ PI બી.ટી.ગોહિલ, PSI ગરચર અને ટીમે પકડ્યા: 14 ATM કબ્જે
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ શહેરમાં બેંક એ.ટી.એમ.માં પૈસા ઉપાડવા કે એ.ટી.એમ. પી જનરેટ કરવા જતાં મોટી ઉંમરના, અભણ, પરપ્રાંતીય લોકોને ટારગેટ કરી પૈસા ઉપાડી દેવા કે પીન જનરેટ કરવામાં મદદ કરવાના બહાને ખાતા ધારક પાસેથી નજર ચૂકવી એ.ટી.એમ. કાર્ડ બદલાવી, પીન નંબર જાણી તેના બેંક ખાતામાંથી એ.ટી.એમ. કાર્ડ મારફતે પૈસા ઉપાડી લેતી ઠગાઇ કરતી પરપ્રાંતીય ગેંગને ક્રાઇમ બ્રાંચના દિપકભાઈ ચૌહાણ, એભલભાઈ બરાલીયા તથા મહેશભાઈ ચાવડાની બાતમી પરથી પકડી લઈ 14 એ.ટી.એમ. કાર્ડ અને રોકડ સહિત કુલ રૂા. 25,500નો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.
જેને પકડવામાં આવ્યા છે તેમાં મુળ બિહારના ગોપાલ અર્જુન શાહ (ઉ.વ. 34) અને રાજુ દરોગા સહાની (ઉ.વ. 32, 2હે. બન્ને ભારતનગર મેઇન રોડ, સંતોષી ચોક, રાજકોટ)નો સમાવેશ થાય છે. આરોપીઓની પુછપરછમાં એ. ડીવીઝન પોલીસ મથકનો રૂા. 9500ની ચોરીનાં ગુનાનો ભેદ ઉકેલાયો છે.
પોલીસના કહેવા મુજબ આરોપી રાજુ અગાઉ જામનગરનાં ઠગાઈના ગુનામાં સંડોવાઈ ચુક્યો છે. આરોપી ગોપાલ સાહજાની પુછપરચમાં તેવો એવી કેફીયત આપી હતી કે, છેલ્લા વર્ષ દરમિયાન તેણે 15 જેટલા લોકોને નિશાન બનાવ્યા હતાં.
જયારે રાજુ સહાની પુછપરછમાં તેણે જણાવ્યું હતું કે ચારેક વર્ષ પહેલા તેના જ ગામનાં રાજકુમાર પાસવાને લોકો પાસેથી કઈ રીતે એ.ટી.એમ. કાર્ડ અને પીન મેળવવા બાબતે શીખવાડયું હતું. ત્યારે બિહારના ત્રણ સ્થળે લઈ જઈ રૂા. 10 હજાર ઉપાડી લીધા હતાં. કબુલાત આપી હતી. ઉપરાંત જામનગરમાંથી રૂા. 7 હજાર, રાજ પાસવાન સાથે સુરતના ઉધના દ2વાજા પાસેથી રૂા. 8 હજા2, બીજા દિવસેતેજ સ્થળેથી રૂા. 2 હજાર, ત્રીજા દિવસે પણ તેજ વિસ્તારમાંથી રૂા. હજા2, 6 ગોંડલમાંથી 5 હજાર, રાજકોટના ભક્તિનગ2 સર્કલ પાસેથી રૂા 3 હજાર અને ગોપાલ સાહ સાથે પારેવડી ચોકમાં રૂા. 13 હજા2 આવી રીતે એ.ટી.એમ.માંથી ઉપાડી લીધા હતાં.