બન્ને દેશો વચ્ચે વાતચીત ચાલુ
રશિયા સાથે છેલ્લા 1 વર્ષથી વધુ સમયથી યુદ્ધ લડી રહેલા યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદીમીર ઝેલેસ્કી આ વર્ષે જ ભારતની મુલાકાત લે તેવા સંકેત છે. શ્રી ઝેલેસ્કી હાલ અમેરિકાની મુલાકાતે હતા અને તેઓએ ભારત સાથે નજીકના સંબંધ ભારે ઈચ્છા વ્યક્ત કરી છે. આ અંગે બન્ને દેશોના નેશનલ સિકયોરીટી એડવાઈઝર વચ્ચે હાલ પ્રાથમીક વાતચીત ચાલુ થઈ છે. જો આ યાત્રા યુક્રેનના રાષ્ટ્રપતિની આ પ્રથમ ભારત યાત્રા હશે.
- Advertisement -
તેઓ જી-20 સંમેલનમાં પણ આવવા માંગતા હતા પણ ભારતે આમંત્રણ આપ્યું ન હતું. યુક્રેનના રાષ્ટ્રપતિના સુરક્ષા સલાહકાર એન્ડી યમક અને ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત દોભલ વચ્ચે વાતચીત ચાલી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અનેક વખત બન્ને દેશોને યુદ્ધનો અંત લાવવા અપીલ કરી છે. હાલમાંજ ભારતના વિદેશ વિભાગના પશ્ર્ચીમ ડેસ્કના અધિકારી સંજય વર્માએ યુક્રેનનો પ્રવાસ કર્યો હતો તો યુક્રેનના નાયબ વિદેશમંત્રી વેમિન ઈજાપરોવા પણ ભારત આવી ગયા હતા.