વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીના ભારત મંડપમમાં દેશના મહત્વકાંક્ષી બ્લોકનોને લઇને અઠવાડિયા સુધી ચાલનાર વિશિષ્ટ કાર્યક્રમ સંકલ્પ સપ્તાહનો શુભારંભ કર્યો, આ કાર્યક્રમ 3 ઓક્ટોમ્બરથી શરૂ કરૂને 9 ઓક્ટોમ્બર સુધી ચાલુ રહેશે. આ રાષ્ટ્રવ્યાપી કાર્યક્રમની શરૂઆત વડાપ્રધાન મોદીએ 7 જાન્યુઆરી 2023ના રોજ કરી હતી. જેનો ઉદેશ્ય નાગરિકોના જીવનની ગુણવત્તાને વધારવા માટે બ્લોક સ્તર પર પ્રશાસનમાં સુધારો કરવો છે, જેને દેશના 329 જિલ્લાના 500 મહત્વકાંક્ષી બ્લોકમાં લાગુ કરવામાં આવશે. આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે વડાપ્રધાન મોદી સવારે 10 વાગ્યે ભારત મંડપમ પહોંચ્યા હતા.
#WATCH | Prime Minister Narendra Modi arrives at Bharat Mandapam, in Delhi.
- Advertisement -
He will launch a unique week-long programme for Aspirational Blocks in the country called 'Sankalp Saptaah' here, today. pic.twitter.com/SEgvEXdwyP
— ANI (@ANI) September 30, 2023
- Advertisement -
સંકલ્પ સપ્તાહનો દરેક દિવસ વિશિષ્ટ વિકાસના વિષયને સમર્પિત કરવામાં આવશે, જેના પર 500 મહત્વકાંક્ષી બ્લોક કામ કરશે. દેશના અલગ- અલગ રાજ્યોથી આવનાર હસ્તશિલ્પિઓ અને કારીગરોને પ્રગતિ મેદાનમાં આવેલા આંતરરાષ્ટ્રીય કન્વેશન સેન્ટરમાં પોતાના ઉત્પાદનોની પ્રદર્શની લગાવવામાં આવી હતી. વડાપ્રધાન એક-એક કરીને બધા સ્ટોલ પર ગયા હતા. જ્યાં રાખવામાં આવેલી કલાકૃતિઓ અને ઉત્પાદનોને જોતા, તેમણે બનાવનાર સાથે વાતચીત કરી હતી. ત્યાર બાદ મુખ્ય કાર્યક્રમમાં પહોંચ્યા હતા. સંકલ્પ સપ્તાહનો શુભારંભ કાર્યક્રમમાં કેન્દ્રિય ગ્રામીણ વિકાસ તેમજ પંચાયતી રાજ મંત્રી ગિરિરાજ સિંહ અને શિક્ષા મંત્રી ધર્મન્દ્ર પ્રધાન હાજર રહ્યા હતા.
Prime Minister Narendra Modi interacts with people at 'Sankalp Saptaah' at Bharat Mandapam, in Delhi. pic.twitter.com/62FC86PuNv
— ANI (@ANI) September 30, 2023
આ કાર્યક્રમને સંબોધિત કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, વિકસિત ભારતની એક મુખ્ય શરત છે કે આપણા દેશના બાળકોને ઉતકૃષ્ટ શિક્ષા મળે. હું કઠોર પરિશ્રમ કરનાર અને સમર્પિત ભાવથી શિક્ષા માટે જીવન જીવનાર શિક્ષક સાથીએને અભિનંદન આપું છું. દેશમાં 200 કરોડથી વધારે કોવિડ વૈકસીનનો ડોઝ આપવામાં આવ્યા છે, પરંતુ બહુ ઓછા લોકોને ખબર છે કે, પ્રાણીઓને મફતમાં વૈક્સીન અભિયાન ચાલુ છે, જે તેમના માટે ખૂબ જરૂરી છે. આકાંક્ષી બ્લોક કાર્યક્રમમાં બ્લોક પંચાયતની મોટી ભૂમિકા છે. જયારે દરેક ગ્રામ પંચાયતનું કામ ઝડપથી કરી રહ્યા છે, દરેક બ્લોકના વિકાસમાં તેજી આવશે. જે લોકો આ મિશનથી જોડાયેલા છે, તેમનો હું આભાર વ્યક્ત કરૂ છું.
"We have worked with a very simple strategy for the Aspirational District Programme. If we do not do all-round development and all-beneficial development, then the figures may give satisfaction, but fundamental change is not possible. Therefore, it is necessary that we move… pic.twitter.com/8XQEgGgTkv
— ANI (@ANI) September 30, 2023
સંકલ્પ સપ્તાહના ઉદઘાટન કાર્યક્રમ માટે દેશભરમાંથી લગભગ 3000 પંચાયત અને બ્લોક સ્તરના જનપ્રતિનિધિ અને પદાધિકારી ભારત મંડપમ પહોંચ્યા હતા. જેના સિવાય બ્લોક અને પંચાયતના સ્તરને પદાધિકારીઓ, ખેડૂતો અને બીજા ક્ષેત્રોના વ્યક્તિઓ સહિત લગભગ 2 લાખ કાર્યક્રમમાં વર્ચ્યુઅલી જોડાશે. આ સંકલ્પ સપ્તાહના 6 દિવસની થીમમાં સંપૂર્ણ સ્વાસ્થ્ય, સુપોષિત પરિવાર, સ્વચ્છતા, કૃષિ, શિક્ષા અને સમુદ્ધિ દિવસનો સમાવેશ થાય છે. તેના છેલ્લા દિવસને સંકલ્પ સપ્તાહ-સમાવેશ સમારોહ તરીકે મનાવવામાં આવશે.
"I am confident that just as the Aspirational Districts Program has shown success, similarly the Aspirational Block Program is also going to be 100 per cent successful," says PM Modi at Bharat Mandapam, in Delhi pic.twitter.com/jBdJ6clyE3
— ANI (@ANI) September 30, 2023