મધુવન ક્લબ દ્વારા શાસ્ત્રી મેદાન ખાતે આયોજિત રાજકોટ કા રાજા ગણપતિ મહોત્સવ રંગેચંગે પૂર્ણ કરી દુંદાળા દેવને ગઇકાલે ભાવભિની વિદાય આપવામાં આવી હતી. મહોત્સવના છેલ્લા દિવસે મહા આરતીમાં નેહલ શુક્લા અને અન્ય મહાનુભાવોએ હાજર રહી દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. ગઇકાલે સવારે 9 વાગ્યે મહાપૂજા કર્યા બાદ થાળ ધરી દુંદાળા દેવને ભાવુક વિદાય આપવામાં આવી હતી. તેમજ અન્નકોટ પણ પૂરવામાં આવ્યો હતો. ગણેશોત્સવ દરમિયાન દરરોજ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હતું. આ મહોત્સવને સફળ બનાવવા મધુવન ક્લબના આયોજકો આશિષભાઇ, રાજુ કીકાણી, રાજભા, પુનિત વાગડીયા, બલી ભરવાડ, કૌશલ વાગડીયા તથા તમામ કમિટી મેમ્બરોએ ભારે જહેમત ઉઠાવી હતી.
મધુવન ક્લબના રાજકોટ કા રાજા ગણપતિનું વાજતે-ગાજતે વિસર્જન
Follow US
Find US on Social Medias