ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ કા રાજા ગણપતિ મહોત્સવ-મધુવન ક્લબના આયોજનમાં દુંદાળા-દેવના દર્શન કરી ભાવિકો ભાવવિભોર થયા હતા. આ દરમિયાન દરરોજ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. ત્યારે આવતીકાલે ગણપતિનું વિસર્જન કરવામાં આવનાર છે.
ઇકો ફ્રેન્ડલી દુંદાળા દેવની તા. 18ના રોજ સ્થાપના કરવામાં આવી હતી. આવતીકાલે સવારે વિસર્જન યાત્રા નીકળશે. રોજબરોજ સવારે 8 વાગ્યે અને સાંજે 8 વાગ્યે મહાનુભાવો અને દર્શનાર્થીઓએ મહાઆરતીનો લાભ લીધો હતો.
ગઇકાલની મહાઆરતીમાં મુખ્ય મહેમાનોમાં સરગમ ક્લબના ગુણવંતભાઇ ડેલાવાળા, એસીપી પંડ્યા, એસીપી જાધવ, એસીપી પટેલ, પાર્કઇન હોટલવાળા જીતુભાઇ/હિમાંશુભાઇ, કપલ ક્લબના બેન હીરાણી તેમજ સર્વેશ્વર ગૃપના આયોજકો અને સર્વે મિત્રો ઉપસ્થિત રહ્યા હતા. મધુવન ક્લબમાં રાત્રે સુરતાલ ગૃપ દ્વારા સંગીત સંધ્યા રાખવામાં આવી હતી. આજરોજ પણ છેલ્લા દિવસે સાંસ્કૃતિક કાર્યક્રમો રાખવામાં આવ્યા છે. સાથો સાથ રાત્રે 12 વાગ્યે શયન આરતી રાખવામાં આવી છે. આજરોજ પણ રાજકોટના અગ્રણીઓ, તંત્રી તેમજ અધિકારીઓ મહાઆરતીનો લાભ લેશે. રાજકોટ કા રાજા ગણપતિ મહોત્સવના આયોજકો આશિષભાઇ વાગડીયા, રાજભા ઝાલા, રાજુ કીકાણી, બલી ભરવાડ, કૌશલ વાગડીયા, ભરતભાઇ, પુનીત વાગડીયા તથા અન્ય કમીટી મેમ્બરો જહેમત ઉઠાવી રહ્યા છે.