ખાસ-ખબર સંવાદદાતા
સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાનાં જન્મદિવસ નિમિત્તે સરગમ ક્લબ અને સ્વ સવિતાબેન છગનભાઈ પટેલ (ફિલ્ડ માર્શલ) તેમજ અશોક ગોંધિયા મેમોરિયલ ચેરીટેબલ ટ્રસ્ટ ઉપક્રમે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પ માટે આર.બી. કોઠારી નિદાન કેન્દ્ર , કમાણી ફાઉન્ડેશન, પ્રેમજી વાલજી એન્ડ સન્સ, મહાવીર સેવા ટ્રસ્ટ, બાન લેબ્સ કમ્પની, જે.વી.શેઠીયા ચેરી.ટ્રસ્ટ / ઇન્ડિયન મેડીકલ એસોસીએશનનો સહયોગ મળ્યો હતો. આ સર્વરોગ નિદાન કેમ્પમાં રાજકોટના 80 જેટલા ડોકટરોએ વિવિધ પ્રકારના 30 જેટલા રોગોનું નિદાન વિના મુલ્યે કર્યું હતું અને તેમાં કુલ 2232 દર્દીઓએ લાભ લીધો હતો. આ કેમ્પમાં 450 લોકોને ચશ્ર્માં આપવામાં આવ્યા હતા અને આંખના 35 ઓપરેશન નક્કી કરવામાં આવ્યા હતા જે રણછોડદાસજી હોસ્પિટલમાં થશે. આ ઉપરાંત 60 એક્સ-રે, 65 સોનોગ્રાફી અને 135 લેબોરેટરી ટેસ્ટીંગ કરવામાં આવ્યા હતા.
આ કેમ્પનું ઉદઘાટન કેબીનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા, મેયર નયનાબેન પેઢડીયા, રાજ્યસભાના સભ્ય રામભાઈ મોકરિયા, સંસદ સભ્ય મોહનભાઈ કુંડારિયા, ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહ, ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, ફિલ્ડ માર્શલ ગ્રુપના અરવિંદભાઈ પટેલ, ઉદ્યોગપતિ હરેશભાઈ લાખાણી, બાન લેબનાં મૌલેશભાઈ પટેલ, સન ફોર્જનાં નાથાભાઈ કાલરીયા, રાજકોટ કેળવણી મંડળના ટ્રસ્ટી નવીનભાઈ ઠક્કર, આઈ.એમ.એ. ના રાજકોટના પ્રમુખ ડો. પારસ ડી. શાહ, આર.બી. કોઠારી નિદાન કેન્દ્રના રમણીકભાઈ જસાણી, વી.વી.પી. કોલેજના ટ્રસ્ટી નરેન્દ્રભાઈ દવે, જગદીશભાઈ ડોબરિયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા અને પ્રોત્સાહન આપ્યું હતું. આ તકે સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાએ કહ્યું હતું કે, સરગમ કલબ છેલ્લા 32 વર્ષથી આ કેમ્પ યોજે છે અને દર્દીઓને તમામ નિદાન અને સારવાર વિનામૂલ્યે અપાય છે. ડો. રાજેશ તેલીએ કેમ્પને લગતી વિગત આપી હતી જયારે આભારવિધિ ડો. કમલ પરીખે કરી હતી. આ પ્રસંગે રાજકોટ ના અગ્રણી ધનરાજભાઈ જેઠાણી, વેજાભાઈ રાવલીયા અને બિલ્ડર પરેશભાઈ ગજેરા, બિલ્ડર ભાવેશભાઈ પટેલ, મુકેશભાઈ દોશી, કમલેશભાઈ મિરાણી, વિક્રમભાઈ પુજારા, દેવાંગભાઈ માંકડ, નરેન્દ્રસિંહ ઠાકુર, માધવભાઈ દવે, કશ્ર્યપભાઈ શુક્લ, નેહલભાઈ શુક્લ સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ગુણવંતભાઈ ડેલાવાળાનાં માર્ગદર્શન હેઠળ ડો. રાજેશભાઈ તેલી, ડો. કમલભાઈ પરીખ, ડો. પારસભાઈ શાહ, ડો. અમિતભાઈ હપાણી, ડો. નવલભાઈ શિલું, ડો. રશ્ર્મીભાઈ ઉપાધ્યાય, ડો. ચંદાબેન શાહ, નીલુબેન મહેતા, છાયાબેન દવે, પ્રફુલભાઈ સંઘાણી, જયરાજસિંહ ઝાલા વગેરેએ જહેમત ઉઠાવી હતી.
સરગમ ક્લબ દ્વારા સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો: 2232 દર્દીઓએ લાભ લીધો
