રાજકોટ શહેર ભાજપ આયોજીત સિદ્ધિ વિનાયકધામ-રેસકોર્સમાં સમસ્ત રાજપુત ક્ષત્રિય સમાજે મહાઆરતીનો લ્હાવો લીધો
‘ખાસ-ખબર’ના ખઉ પરેશ ડોડિયા સહિત સમસ્ત રાજપુત ક્ષત્રિય સમાજના આગેવાનોએ મહાઆરતીનો લાભ લીધો
- Advertisement -
રાજકોટ શહેર ભાજપ પ્રમુખ તથા ગણપતિ મંગલ મહોત્સવ સમિતિના ઈન્ચાર્જ મુકેશ દોશીના માર્ગદર્શન હેઠળ સિધ્ધી વિનાયક ધામ ખાતે ભવ્યાતિભવ્ય ગણપતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ મંગલ મહોત્સવમાં દરરોજ વિવિધ સેવાકીય અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું એક પારિવારીક માહોલમાં આયોજન કરવામાં આવે છે. આ સાથે જ દરરોજ સાંજે વિવિધ સમાજ અને ક્ષેત્રના આગેવાનો તેમજ મહાનુભાવોના હસ્તે ગણપતિજીની મહાઆરતી કરવામાં આવે છે. રાજકોટ શહેર ભાજપ આયોજિત સિધ્ધી વિનાયક ધામના ગણપતિજીની મહાઆરતી સમસ્ત રાજપૂત ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવી હતી. આ પ્રસંગે રાજપૂત સમાજના મોભી વજુભાઈ વાળા ખાસ ઉપસ્થિત રહી ગણપતિજીની આરતી કરી ધન્યતા અનુભવી હતી. આ મહોત્સવમાં કર્ણાટકના પૂર્વ ગવર્નર વજુભાઈ વાળા, તેજસભાઈ ભટ્ટી, વોર્ડ નં-7ના ભાજપના વોર્ડ પ્રમુખ કૌશિકભાઈ ચાવડા, ખાસ-ખબરના ખઉ પરેશભાઈ ડોડીયા, સુરેશભાઈ પરમાર (એટલાસ), રમેશભાઈ ચાવડા, રમેશભાઈ ચાવડા (ઈગલ), ચંદુભા પરમાર, યોગરાજસિંહ તલાટીયા, ભવાનસિંહ પડાલીયા, હિતુભા ડોડીયા, જયપાલસિંહ ચાવડા (યુવા ભાજપ ઉપપ્રમુખ-રાજકોટ શહેર), પિયુષભાઈ રાઠોડ સહિતના આગેવાનો ગણેશ આરતીમાં ઉપસ્થિત રહ્યા હતા.