વર્ષ 2182માં પૃથ્વી સાથે ટકરાનાર એસ્ટરોઇડને અંતરિક્ષમાં જ તોડવા ઘડાશે રણનીતિ
આજથી લગભગ 159 વર્ષ બાદ એટલે કે વર્ષ 2182માં ધરતી સાથે એક ઉલ્કા પિંડની ટક્કર થવાની શક્યતા છે. આ ઉલ્કાપિંડનું નામ ઇયક્ષક્ષી છે. નાસાએ આ સ્થિતિથી પૃથ્વીને બચાવવા માટે એક અભિયાન હાથ ધરેલુ છે. આ અભિયાનના ભાગરૂપે ગઅજઅએ આ ઉલ્કાપિંડનો એક નમૂનો મેળવવા માટે એક યાન મોકલ્યું હતું, જે આજે સેમ્પલ લઈને ધરતી પર સફળતાપૂર્વક પરત ફર્યું છે. અંતરિક્ષમાંથી આવેલા આ કેપ્સ્યૂલ રાત્રે લગભગ 8:30 વાગે અમેરિકાના ઉત્તર વિસ્તારમાં આવેલા એક રણમાં ઉતર્યું હતું. આ કેપ્સ્યૂલમાં તે ઉલ્કાપિંડાની માટી કે ખડકના સેમ્પલ છે.