વર્સેટાઈલ સિંગર રાહુલ મહેતા ગરબા ગાઈ ખેલૈયાઓને મન મૂકીને ઝૂમવા મજબૂર કરી દેશે
રાહુલ મહેતાની 30 વર્ષની સફર, સાઉન્ડનાં ગોડાઉનમાં મજૂરી કરવાથી લઈ દાંડિયા કિંગ બન્યા
- Advertisement -
મૂળ તાલાળા ગીરના રહેવાસી રાહુલ મહેતાએ પ્રથમ કમાણી કનકેશ્ર્વરી માતાજીના ચરણોમાં અર્પણ કરી હતી
ખાસ-ખબર સંવાદદાતા
ખાસ-ખબર અને કર્ણાવતી કલબ સંયુકત રીતે વેલકમ નવરાત્રીનું ધમાકેદાર આયોજન કરી રહ્યા છે. તા. 14 ઓક્ટોબરને સહિયર ગ્રાઉન્ડ, રેસકોર્સમાં ખેલૈયાઓ રાસ ગરબાના તાલે ઝૂમી ઉઠશે. ત્યારે આ કાર્યક્રમને ભવ્યાતિભવ્ય બનાવવા માટે દાંડિયા કિંગ અને વર્સેટાઈલ સિંગર રાહુલ મહેતા ગાયિકીના ઓજસ પાથરી ખેલૈયાઓને મન મૂકીને ઝૂમવા મજબૂર કરી દેશે. રાજકોટમાં સૌથી મોટા ગણાતા નવરાત્રી રાસોત્સવ સહિયર ગૃપમાં પોતાની ગાયિકી દ્વારા ખેલૈયાઓને ડોલાવનાર રાહુલ મહેતાએ સાડા ચાર વર્ષ સુધી સાઉન્ડના ગોડાઉનમાં મજૂર તરીકે કામ કર્યું હતું જ્યારે આજે તેના તાલે ખેલૈયાઓ ઝૂમી ઉઠે છે. રાહુલ મહેતાએ લાઈફમાં ખૂબ જ સ્ટ્રગલ કરી આજે આ મુકામ હાંસલ કર્યો છે. રાહુલ મહેતાએ ખાસ ખબરને પોતાની અંગત વાતો જણાવી હતી. છેલ્લા 4 વર્ષથી ન્યુ સહિયર તથા આઠ વર્ષથી સહિયરમાં લોકોને ઝૂમાવી રહ્યા છે. રાહુલ મહેતાના અંગત જીવનની વાતો કરીએ તો મુળ તાલાળા ગીરના રહેવાસી તેઓ છેલ્લા 30 વર્ષથી સિંગીંગ વ્યવસાય સાથે જોડાયેલા છે.
હનુમાન દાદામાં અતૂટ શ્રદ્ધા ધરાવતા રાહુલ મહેતા દર શનિવારે સારંગપુર દર્શન માટે જાય છે. અને હનુમાન દાદાને શીશ ઝૂકાવે છે. રાહુલ મહેતા કનકેશ્ર્વરી માતાજીના ઉપાસક છે. તેઓએ પોતાના જીવનની પ્રથમ કમાણી કનકેશ્ર્વરી માતાજીના ચરણોમાં અર્પણ કરી હતી.
હું માત્ર સંસ્કૃતિને ઉજાગર કરતા જ ગીતો ગાઉં છું
રાહુલ મહેતાએ ખાસ-ખબર સાથેની વાતચિતમાં જણાવ્યું હતું કે, મે મારા જીવનમાં સંસ્કૃતિ અને પરંપરાને ઉજાગર કરતા ગીતો જ હંમેશા ગાયા છે. છેલ્લા 27 વર્ષથી જ ગરબા જ ગાઉં છું.
- Advertisement -
‘ખાસ-ખબર’ને પરિવાર માનતા રાહુલ મહેતા
ગાયક રાહુલ મહેતાએ જણાવ્યું હતું કે, ખાસ-ખબરને ન્યૂઝ પેપર નહીં પરંતુ પરિવાર માનું છું. ખાસ ખબરની કલમનો હું મોટો ચાહક છું. ખાસ-ખબર પરિવાર દ્વારા મને ખૂબ જ પ્રેમ મળ્યો છે. ખાસ-ખબર ટીમનો હું દિલથી આભારી છું.