સંત સંમેલનના નિર્ણયમાં સાથે છું: મોરારીબાપુનો સંદેશ
સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી દ્વારા સનાતન ધર્મ વિરુદ્ધનો ડેટા એકત્ર કરાયો
- Advertisement -
ગુજરાતની 7 યુનિ.માં સનાતન ધર્મના ઓઠા હેઠળ સ્વામિનારાયણ સંપ્રદાયનો અભ્યાસ ક્રમ દાખલ કરાયો
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ શ્રી ગૌરક્ષક આશ્રમના મહંત શેરનાથ બાપુના આશ્રમ ખાતે મળેલ સનાતન ધર્મના સંતોનું મહા સંમેલનમાં દિલ્હી સ્થિત ચાલી રહેલ પૂ.મોરારીબાપુની રામકથાની વ્યાસપીઠ પરથી મોરારીબાપુએ ઓનલાઇન સંદેશો આપતા સનાતન ધર્મના સંમેલનમાં ઉપસ્થિત તમામ સંતોને જણાવ્યું હતું કે સંતોના તમામ નિર્ણય સાથે છું તેવો સંદેશો આપ્યો હતો.
- Advertisement -
સંત સંમેલનમાં એવો એ પણ ચર્ચા થઈ હતીકે સનાતન ધર્મના ઓઠા હેઠળ સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા ગુજરાતની સાત યુનિવર્સીટીમાં સ્વામિનારાયણ સંપ્રદાય સર્વોપરી છે તેવું સાહિત્ય છાપી સનાતન ધર્મને નુકશાન થાય તેવું કૃત્ય કર્યું છે જયારે નિર્મોહી અખાડાના સેક્રેટરી રાજેન્દ્રદાસ બાપુએ કહ્યું હતુંકે હવે સંતોએ માળા નહિ પણ ભાલા ઉપાડવાનો સમય આવી ગયો છે તેમ સંમેલનમાં જણાવ્યું હતું.
ગીરનાર તળેટીમાં યોજાયેલ સનાતન ધર્મ મહાસંમેલનમાં વિસાવદર ચાપરડા ધામના મહંત મુક્તાનંદ બાપુના અધ્યક્ષ સ્થાને યોજાયું હતું જેમાં ગૌરક્ષા આશ્રમના મહંત શેરનાથ બાપુ,અમદાવાદ જગન્નાથ મંદરીના મહંત દિલીપદાસ બાપુ,પરબધામના મહંત કરશનદાસ બાપુ,સતાધારના મહંત વિજય બાપુ તેમજ દેહાણ જગ્યા પાળીયાદ તથા ચલાલા ના મહંત સહીત અખાડા પરિષદના સંતો તેમજ મહામાંડલેશ્વર ઉપસ્થિત રહ્યા હતા અને તેની સાથે ગીરનાર મંડળ તીર્થ ક્ષેત્રના વરિષ્ઠ સંતો ઇન્દ્રભારતી બાપુ અને હરીગીરી મહારાજ સહીત સંતોએ સનાતન ધર્મ સંમેલનને શુભેચ્છા સંદેશ મોકલ્યો હતો.