ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાતભરમાં તા.15મી સપ્ટેમ્બર થી તા.15 ઓકટોબર સુધી 1 માસ દરમિયાન યોજાનાર સ્વચ્છતા હી સેવા કમ્પેઈનની શરૂઆત અન્ય શહેરોની સાથે સાથે પોરબંદર ખાતે પણ કરવામાં આવી હતી.
ગાર્બેજ ફ્રી ઇન્ડિયાની થીમ સાથે શુક્રવારથી શરૂ કરાયેલા આ કેમ્પેઇનનો ઉદ્દેશ કચરા મુક્ત પોરબંદર જિલ્લાને બનાવવાનો છે. જેના ભાગરૂપે શહેરના માણેક ચોક, સુદામા ચોક, બસ સ્ટેશન, રેલ્વે સ્ટેશન તથા ચોપાટી ખાતે સફાઇ અભિયાન હાથ ધરાયુ હતુ. આ અભિયાનના ભાગરૂપે પોરબંદર ચોપાટી, માણેક ચોક, સુદામા ચોક સહિત જાહેર સ્થળોની સાફ-સફાઈ, સરકારી સંપત્તિઓના સમારકામ રંગોરોગાન અને સફાઈ, ભીત ચિત્રો દોરવા, દરિયા કિનારાની જગ્યાએ સાફ-સફાઈ કરાવવાની, સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ, સફાઈ કર્મચારીના હેલ્થચેકપ કેમ્પ, ગામડાની તમામ શાળા કોલેજોમાં સ્વચ્છતા અભિયાન યોજાઇ રહ્યુ છે. ઉપરાંત સ્વચ્છતા હી સેવા અભિયાના ભાગરૂપે વિવિધ પ્રવૃત્તિઓ ગ્રામ્ય કક્ષાએ પણ કરવામાં આવશે. ગાર્બેજ ફ્રી ઇન્ડિયાની થીમ સાથે પોરબંદર જિલ્લાને કચરા મુક્ત બનાવવા માટે જિલ્લા તંત્ર દ્રારા કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
પોરબંદરમાં ‘સ્વચ્છતા હી સેવા’ મિશન હેઠળ એક મહિનો સ્વચ્છતા કેમ્પેઈન ચલાવાશે
