શહેરીજનોએ દર્શન કર્યા: વરણાગી દરમિયાન રાસ અને ડીજેની રમઝટ બોલી
ખાસ-ખબર સંવાદદાતા
શ્રાવણ મહિનાના છેલ્લા દિવસે પંચનાથ દાદાની વરણાગી નીકળી હતી. પાલખીમાં બેસીને દાદા નગરચર્યાએ નીકળ્યા હતા. વરણાગી પહેલા વિશેષ પૂજા કરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. નીજમંદિરેથી વરણાગી લીમડા ચોક, ત્રિકોણ બાગ, આલ્ફ્રેડ હાઈસ્કૂલ, જ્યુબિલી બાગ સહિત શહેરના મુખ્ય માર્ગો પર ફરી હતી.
- Advertisement -

વરણાગી દરમિયાન રાસ અને ડીજેની રમઝટ બોલી હતી. ઠેર ઠેર સ્વાગત થયું હતું અને પ્રસાદી વિતરણ કરવામાં આવી હતી. મંદિરે તેમજ વરણાગીમાં દર્શનનો લહાવો લીધો હતો. આ તકે વોર્ડ નં-7ના કોર્પોરેટર દેવાંગ માંકડ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.



