ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ મોતીબાગ પાસે આવેલ તનિષ્કના શોરૂમમાં ગત તા.13/6/23ના રોજ બે લાખની સોનાની બંગળીની ચોરી થઇ હતી. જે ચોરીનો ભેદ સી-ડીવીઝન પોલીસે ગણતરીની કલાકોમાં છારા ગેંગની મહિલા સહિત ત્રણને પોલીસે ઝડપી લેવામાં સફળતા મળી હતી. આ ગુનાનો ભેદ ઉકેલવામાં સી-ડીવીઝન પીએસઆઇ જે.એમ.વાળા, પોલીસ કોન્સટેબલ રોહીત ધાંધલ, ચેતનસિંહ સોલંકી તથા નેત્રમ શાખાના પો.કોન્સ. ચેતન જે. સોલંકી અને રામસિંહ ડોડીયા દ્રારા સીસીટીવી ફુટેજ તેમજ ટેક્નિકલ સોર્સના આધારે સોનાની ચોરી કરનાર ગેંગને ઝડપી લેવામાં સફળતા મેળવતા જૂનાગઢ એસપી હર્ષદ મહેતા અને શોરૂમ માલીક દ્વારા સન્માન પત્ર આપી સન્માનીત કરવામાં આવ્યા હતા.