ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ વન વિભાગ ગુજરાત રાજ્યના સંયુક્ત ઉપક્મે વેસ્ટન રીજીયનમાં આવેલા રાજ્યના વિવિધ પ્રાણી સંગ્રહાલયો અને રેસ્યુક સેંટર્સનાં ઝુ કીપર્સ/ એનીમલ કીપર્સના કેપેસીટી બિલ્ડીંગ પ્રોગ્રામ હેઠળ 3 દિવસીય વકર્શોપનું આયોજન તા.13થી તા.15 સપ્ટેમ્બર દરમિયાન કરવામાં આવેલ ગઇકાલે સવારે 10 કલાકે વર્કશોપની શરૂઆત કરવામાં આવેલ હતી. જેમાં અક્ષય જોષી, નિયમક સકકબાગ પ્રાણી સંગ્રહાલય, જૂનાગઢના વરદ હસ્તે દીપ પ્રગટ્ય કરવામાં આવેલ હતુ. જેમાં મદદનીશ નિયામક અને કયુરેટર નિવરકુમાર અને આર.એફ.કડીવાર વેટરનરી ડોકટર સકકરબાગ પ્રાણી સંગ્રહાલય પણ હાજર રહેલ હતા.
આ ત્રણ દિવસીય કાર્યશાળામાં ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મઘ્ય પ્રદેશ રાજયના કુલ ર0 પ્રાણી સંગ્રહાલયના 34 ઝૂ કીપર્સ અને 06 આમંત્રીત વ્યાખ્યાતાઓ અને સકકરબાગ પ્રાણી સંગ્રહાલય, જૂનાગઢના 03 વેટનરી ઓફીસર, વનપાલ, 02 ઝુ બાયોલોજીકસ્ટ, એજયુકેશનીસ્ટ, 06 લાઇવસ્ટોક ઇન્સ્પેકટસ અને 10 વહીવટી કર્મચારીઓ અને ફીલ્ડ સ્ટાફ ભાગ લઇ રહેલ છે. આ વર્કશોપનું આયોજન ઝુ કીપર્સની સ્કીલ ડેવલપમેન્ટ અને કાર્યક્ષમતામાં પ્રત્યેક્ષ વધારો કરવા માટે આયોજન કરવામાં આવેલ છે.



