સિંગલ યુઝ પ્લાસ્ટિકનો વપરાશ કરતા સ્ટોલધારકોને 11,500નો દંડ
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ શહેરમાં રેસકોર્ષ મેદાનમાં રંગરસ લોકમેળા-2023નું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા હસ્તક રસરંગ લોકમેળા-2023માં સારી રીતે સ્વચ્છતા જળવાય રહે તે હેતુથી ત્રણેય શીફટમાં રાઉન્ડ ધ કલોક સફાઇ કરવામાં આવી. જે અન્વયે રાઉન્ડ ધ કલોક કુલ225 સફાઇ કામદારો દ્વારા લોકમેળામાં સફાઇ કામગીરી કરવામાં આવી જેમાં કુલ-78 જુદા-જુદા સ્ટોલનું ચેકીંગ કરતા 26-સ્ટોલમાંથી સીંગલ યુઝ પ્લાસ્ટીક 05-કિ.ગ્રા., ડીસ્પોઝેબલ ગ્લાસ-1950 નંગ તથા કુલ-800 નંગ સીંગલ યુઝ ડીશ જપ્ત કરવામાં આવેલ તથા લોકમેળામાં જુદા-જુદા ખાણી-પીણીના સ્ટોલમાંથી કુલ રૂ.11,500નો વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો છે.
- Advertisement -
તેમજ લોકમેળામાં તા.04/09/2023 થી તા.10/09/2023 સુધી 176 ટન કચરાના નિકાલની કામગીરી જે.સી.બી-ડમ્પર તથા 2-મીની ટીપર દ્વારા કરવામાં આવી છે. તેમજ લોકમેળામાં કુલ-6 મોબાઇલ ટોઇલેટ યુનિટ રાખવામાં આવ્યા હતા.