જેલર’ની ભવ્ય સફળતા બાદ હવે તેની આગામી ફિલ્મ ‘થલાઈવર 171’ની જાહેરાત કરવામાં આવી છે.
સાઉથના સુપરસ્ટાર રજનીકાંતની એક્ટિંગથી ભાગ્યે જ કોઈ અજાણ હશે. જેલર’ની ભવ્ય સફળતાએ રજનીકાંતની એક્ટિંગનો પરચો બતાવી દીધો છે. તેવામાં રજનીકાંત ફરી એક વાર પોતાના ચાહકોનું મનોરંજન કરવા માટે અધિરો બન્યો છે અને ‘જેલર’ની ભવ્ય સફળતા બાદ હવે તેની આગામી ફિલ્મ ‘થલાઈવર 171’ની જાહેરાત કરવામાં આવી છે.
- Advertisement -
ફિલ્મનું નિર્દેશન લોકેશ કંગરાજ દ્વારા કરાઈ રહ્યું છે
સન પિક્ચર્સે દ્વારા રજનીકાંતની અપકમિંગ ફિલ્મની જાહેરાત કરતું પહેલું પોસ્ટર શેર કરવામાં આવ્યું છે. જેમાં કેપ્શનમાં લખ્યું કે સુપરસ્ટાર રજનીકાંતની નવી ફિલ્મને લઈને અમેં ખુશી વ્યક્ત કરી રહ્યા છીએ. ફિલ્મની વાત કરવામાં આવે તો ફિલ્મનું નિર્દેશન લોકેશ કંગરાજ દ્વારા કરવામાં આવી રહ્યું છે. તેણે આ ફિલ્મ લખવા ઉપરાંત સંગીતની જવાબદારી પણ પોતાના શિરે છે. અનિરુદ્ધ રવિચંદર. અણબરીવ ફિલ્મમાં સ્ટંટ માસ્ટર તરીકે ભૂમિકા ભજવી શકે છે.
We are happy to announce Superstar @rajinikanth’s #Thalaivar171
- Advertisement -
Written & Directed by @Dir_Lokesh
An @anirudhofficial musical
Action by @anbariv pic.twitter.com/fNGCUZq1xi
— Sun Pictures (@sunpictures) September 11, 2023
રજનીકાંત સિવાય તમન્ના ભાટિયા, રામ્યા કૃષ્ણન સહીતના જોડાશે
ફિલ્મ જેલરે જોરદાર સફળતા હાંસલ કરી છે. ‘જેલર’ ફિલ્મે વર્લ્ડવાઈડ બોક્સ ઓફિસ પર 600 કરોડ રૂપિયા રોળી નાખ્યા છે. જેને લઈને થલાઈવાને ફી પણ મળી છે અને રજનીકાંત દેશના સૌથી મોંઘા એક્ટર બની ગયા છે. એ પણ જાણવું જરૂરી છે કે સુપરસ્ટારને ‘જેલર’ માટે 210 કરોડ રૂપિયા મળ્યા છે. રજનીકાંતની આ ફિલ્મ શાહરૂખ ખાનની ‘જવાન’ સાથે ખાસ જોડાણ ધરાવે છે. તેમાં સંગીત આપનાર અનિરુદ્ધ આમાં પણ સંગીત આપશે.આ ફિલ્મમાં રજનીકાંત સિવાય તમન્ના ભાટિયા, રામ્યા કૃષ્ણન, વસંત રવિ અને વિનાયકન ભૂમિકા ભજવી શકે છે.