વેરાવળ – બનારસ સાપ્તાહિક ટ્રેનને વેરાવળ સ્ટેશનેથી લીલી ઝંડી અપાઈ
ખાસ-ખબર સંવાદદાતા
ગીર સોમનાથ સોરઠ વાસીઓને રેલ તંત્ર દ્વારા તેહવાર સબબ વધુ એક સાપ્તાહિક ટ્રેનની ભેટ મળી છે આજરોજ પવિત્ર શ્રાવણ માસના અંતિમ સોમવાર નિમિતે બે તીર્થ સ્થળોને જોડતી વેરાવળ – બનારસ ટ્રેનનો શુભારંભ કરવામાં આવ્યો હતો આજે વહેલી સવારે 4:15 વાગ્યે સોમનાથ ટ્રસ્ટના મેનેજર વિજયસિંહ ચાવડા અને રેલ્વે અધિકારીઓની ઉપસ્થિતિમાં આ ટ્રેનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું ત્યારે હવે જૂનાગઢ ગીર સોમનાથ સહીતના સોરઠ પંથકના લોકોને વધુ એક સાપ્તાહિક ટ્રેન મળતા મુસાફરી માં વધુ એક સગવડ ઉભી થઇ છે જેના લીધે સોરઠ વાસીઓમાં અનેરો આનંદ જોવા મળી રહ્યો છે.