-નદીઓના જળસ્તર પર વોચ રાખવા મુખ્યમંત્રીનો આદેશ
ચોમાસાના લાંબા બ્રેક બાદ ઉતરપ્રદેશ જેવા અમુક રાજયોમાં ભારે વરસાદ વચ્ચે મેઘતાંડવની હાલત સર્જાઈ છે. લખનૌ જેવા શહેરોમાં સ્કુલ-કોલેજો બંધ કરવા સાથે મોટાપાયે સ્થળાંતર કરાવવામાં આવ્યું છે. દેશના 16 રાજયોમાં વરસાદ થવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
- Advertisement -
ઉતરપ્રદેશના અર્ધોડઝનથી વધુ જીલ્લાઓમાં ભારે વરસાદનો કહેર રહ્યો છે. લખનૌમાં સળંગ બે દિવસથી વરસાદને કારણે ઠેકઠેકાણે જળબંબાકાર વચ્ચે હાલ-બેહાલ બન્યા છે. પરિણામે સ્કુલ-કોલેજો-શૈક્ષણિક સંસ્થાનોમાં રજા જાહેર કરી દેવામાં આવી હતી. વિજળી પડવાની ઘટનાઓ પણ બની હતી. ઉતરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદીત્યનાથે નદીઓના વધતા જળસ્તર પર ખાસ નજર રાખવાના આદેશો કર્યા હતા.