લોકમેળામાં ખાણી-પીણીના સ્ટોલ્સ પર ચેકિંગ: અખાદ્ય ખીચું, કોલ્ડ્રીંક, મિલ્ક શેઈક મળી આવ્યા
227 કિલો અખાદ્ય ચીજોનો સ્થળ પર જ નાશ કરતી મનપાની ફૂડ શાખા
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
સૌરાષ્ટ્રના સૌથી મોટા એવા રાજકોટના મેળામાં સાતમ- આઠમના તહેવાર દરમિયાન હજારો લોકો ઉમટી પડે છે ત્યારે લોકમેળામાં મ્હાલવા આવતા લોકોના આરોગ્ય સાથે ચેડા ન થાય તે હેતુથી મહાનગરપાલિકાના આરોગ્ય શાખા દ્વારા ફૂડ સ્ટોલ પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં 227 કિલો અખાદ્ય ચીજોનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો.
ચકાસણી દરમિયાન વેંચાણ થતા વાસી અખાદ્ય તથા એક્યા ફયરી થયેલા અખાદ્યચીજોના અંદાજિત કુલ 387 કિ.ગ્રા. જથ્થાનો લોકમેળામાં સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો. જેમાં વિશાલ ઘૂઘરા દિલ્લી ચાટ (વિજયસિંહ રાજપૂત) – ઉપયોગમાં લેવાતા અખાદ્ય બટેટા 7 ક્રિ.ગ્રા., વાસી બ્રેડ 4 ક્રિ.ગ્રા., મરચું 4 ક્રિ.ગ્રા., સેવ 15 ક્રિ.ગ્રા., અને ફુદીના ચટણી 27 ક્રિ.ગ્રા. જથ્થો મળીને કુલ 57 ક્રિ.ગ્રા. સ્થળ પર નાશ કરાયો જ્યારે ખીચું ઢોકળામાંથી 14 કિલો કલરવાળી ગ્રેવી, વંદે માતરમ ખીચું ઢોકળા સ્ટોલમાંથી 20 કિલો મિલ્ક શેઈક, મકાઈ ખીચુંમાંથી 8 કિલો વાસી ભૂંગળા બટેટા, જરીયા ચાઇનીઝ – ઉપયોગમાં લેવાતા 14 ક્રિ.ગ્રા.વાસી કલરવાળા મન્ચુરિયન તથા 08 કિ.ગ્રા. કાચા મંચુરિયનનો ખીરું મળીને કુલ 22 કિ.ગ્રા. જથ્થો અને મેગી સેન્ટરમાંથી વેચાણ માટે રાખેલા ઉત્પાદન અંગેની વિગતો દર્શાવેલ નહીં તેવા 360 બોટલ(200 મિલી) નો કુલ 72 લી. પાઈનેપલ કોલ્ડ્રીંક્સનો સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો.
ક્રિષ્ના કુલ્ફીમાંથી 140 કિલો આઈસ્ક્રીમનો નાશ
‘કિષ્ના કુલ્ફી એન્ડ આઇસ્ક્રીમ’ ખોડિયાર પાર્ક-2, મોરબી રોડ, રાજકોટની તપાસ કરતાં લેબલ પર મેન્યુફેક્ચરિંગ, પેકિંગ ડેટ, બેચ નંબર, બેસ્ટ બિફોર વગેરેની વિગતો દર્શાવેલ ન હોવાથી વાસી કેન્ડી, કોન, અને આઇસ્ક્રીમનો જથ્થો મળીને કુલ 140 કિ.ગ્રા. -(2000 નંગ (70મિલી)) સ્થળ પર નાશ કરાયો તેમજ “શિવમ કરછી દાબેલી” સ્થળો મવડી બાયપાસ, હરીદર્શન સ્કૂલ સામે, રાજકોટની તપાસ કરતાં વાસી અખાદ્ય બટેટા 4 કી.ગ્રા. તથા ચટણી 1 કી.ગ્રા. મળીને કુલ 05 કી.ગ્રા. સ્થળ પર નાશ કરાયો હતો.
- Advertisement -
ધારેશ્ર્વર ડેરીમાંથી પેંડા, કાજુ કતરીના નમૂના લેવાયા
પુષ્કરધામ મેઈન રોડ પર આવેલી વૃંદાવન ડેરી ફાર્મમાંથી મલાઈ બરફી, સાધુ વાસવાણી રોડ પર આવેલા ગૌતમ સ્વીટમાંથી કેસર પેંડા, ગંગોત્રી ડેરીમાંથી કેસર પેંડા, શ્રી બંસીધર ડેરી ફાર્મમાંથી 540 કિલો માવા સ્ટીક, મહાલક્ષ્મી સ્વીટમાંથી મોતીચૂરના લાડુ, જ્યારે ધારેશ્ર્વર ડેરી ફાર્મમાંથી કેસર પેંડા, ચોકલેટ પેંડા, કાજુ કતરી, સફેદ બરફી તથા હલ્દીરામમાંથી કાજુ સંગમ કતરીના લૂઝ નમૂના લેવામાં આવ્યા હતા.



