-જૂન મહિનામાં આ ચક્રવાતી તોફાનમાં 16 લોકોએ જીવ ગુમાવ્યો
બ્રાઝિલમાં એક્સ્ટ્રાટ્રોપિકલ ચક્રવાતે તબાહી મચાવી છે. સોમવારે બ્રાઝિલના દક્ષિણી રાજ્ય રિયો ગ્રાન્ડે દો સુલમાં એક્સ્ટ્રાટ્રોપિકલ ચક્રવાત ત્રાટક્યા બાદ ઓછામાં ઓછા ચાર લોકોના મોત થયા હતા. સિન્હુઆ ન્યૂઝ એજન્સીના રિપોર્ટ અનુસાર તોફાનના કારણે આર્જેન્ટિના અને ઉરુગ્વેની સરહદે આવેલા રાજ્યના 15થી વધુ શહેરો પૂરમાં ગરકાવ થઈ ગયા છે.
- Advertisement -
બ્રાઝિલના દક્ષિણમાં આવેલા રાજ્ય રિયો ગ્રાન્ડે દો સુલમાં એક્સ્ટ્રાટ્રોપિકલ ચક્રવાતના કારણે પૂર અને ભૂસ્ખલનમાં ઓછામાં ઓછા ચાર લોકોના મોત થયા છે. સ્થાનિક અધિકારીઓએ આ માહિતી આપી હતી.
ચક્રવાતથી સર્જાયેલા પૂરને કારણે એક મકાનમાં પાણી ભરાઈ ગયા પછી સોમવારે એક વ્યક્તિનું વીજ કરંટથી મૃત્યુ થયું હતું, જ્યારે અન્ય યુવક અને એક દંપતીનું મૃત્યુ થયું હતું જ્યારે તેમની કાર પૂરના પાણીમાં ડૂબી ગઈ હતી.
સિન્હુઆ ન્યૂઝ એજન્સી અનુસાર, ચક્રવાતને કારણે આર્જેન્ટિના અને ઉરુગ્વેની સરહદે આવેલા રાજ્યના 15થી વધુ શહેરોમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. આ તમામ પૂર પ્રભાવિત રાજ્યો ઉપરાંત રાજ્યની રાજધાની પોર્ટો એલેગ્રેનો પણ સમાવેશ થાય છે.
- Advertisement -