સાળંગપુર મંદિરનાં ભીંઆ વાત સ્વામિનારાયણ સંપ્રદાયના ઘરે-ઘરે જઈ ગળે ઉતારવી જોઇએ
ચિત્રોનો વિવાદમાં વજુભાઇ વાળાનું નિવેદન
- Advertisement -
વિવાદથી નહિ સમન્વયથી ઉકેલ આવવો જોઇએ: વજુભાઇ વાળા
ખાસ-ખબર સંવાદદાતા
સાળંગપુર હનુમાનજી મંદિરમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓએ હનુમાનજી મહારાજને સ્વામિનારાયણના સાધુઓને પગે લાગતાં ભીંતચિત્રો દર્શાવતા ઠેર ઠેર વિરોધ જોવા મળી રહ્યો છે. આજે રાજકોટમાં કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુ વાળાએ પણ આ મામલે નિવેદન આપી ભીંતચિત્રો હટાવવા માંગ કરી છે. આ મામલે તેમણે જણાવ્યું છે કે, આ મુદ્દાનો વિવાદથી નહિ, સમન્વયથી ઉકેલ આવવો જોઇએ. હનુમાનજી સૌના વડીલ છે, આ વાત સ્વામિનારાયણ સંપ્રદાયના ઘરે-ઘરે સુધી પહોંચાડીને ગળે ઉતારવી જોઇએ.
છેલ્લા એક સપ્તાહથી સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતમાં ચર્ચાતો મુદ્દો એક માત્ર સાળંગપુર મંદિરનો છે. કે જ્યાં હનુમાનજી મહારાજના કેટલાંક ભીંતચિત્રોને લઇ વિવાદ સર્જાયો છે. જેના કારણે ઠેર ઠેર લોકોમાં સ્વામિનારાયણ સંપ્રદાય વિરુદ્ધ રોષ જોવા મળી રહ્યો છે. આજે કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુ વાળાએ પણ આ મામલે નિવેદન આપી ભીંતચિત્રો હટાવવા જોઈએ તેવી માંગ કરી છે.
આ અંગે વજુ વાળાએ નિવેદન આપતાં જણાવ્યું હતું કે, જે કંઈ વિવાદ ચાલી રહ્યો છે, આપણા સંતો અને સ્વામિનારાયણના સંતો સાથે મળીને આપણી સંસ્કૃતિને અનુરૂપ નિરાકરણ કરશે, તેવો મને વિશ્વાસ છે. ભગવાનની મૂર્તિનું વૈચારિક નિરુપણ યોગ્ય છે કે નથી? આ અંગે ચર્ચા કરવામાં આવશે અને નિર્ણય લેવામાં આવશે. આ મુદ્દાનું વિવાદથી નહિ સમન્વયથી ઉકેલ આવવો જોઇએ. હનુમાનજી સૌના વડીલ છે, આ વાત સ્વામિનારાયણ સંપ્રદાયના ઘરે ઘર સુધી પહોંચાડીને ગળે ઉતારવી જોઇએ.