ખાસ-ખબર સંવાદદાતા
જુનાગઢ જીલ્લા પોલીસ વડા એ કેશોદ પોલીસ સ્ટેશનની મુલાકાત કરી સ્થાનિક લોકો અને વેપારીઓ તથા સંસ્થાઓ સાથે એક લોક સંવાદ યોજી પોલીસ વિભાગને લગતા પ્રશ્ર્નો અંગે ચર્ચા વિચારણા કરી.
કેશોદમાં જીલ્લા પોલીસ વડા હષેદભાઈ મહેતાનું ભવ્ય સ્વાગત કરાયું જેમાં વિવિધ વેપારી મંડળ, સંસ્થાઓ, રાજકીય આગેવાનો, કેશોદના પ્રભુદ્ધ નાગરિકો ઉપસ્થિત માં કેશોદ સોની સમાજ ખાતે કાયદા અને વ્યવસ્થાના સુશાસન માટે એક લોક સંવાદ યોજાયો હતો જેમાં પોલીસ વિભાગ અને લોકો વચ્ચે સીધો સંવાદ યોજાયો હતો. તેમજ કેશોદમાં હાલના ટ્રાફિક સમસ્યા સહિત અસામાજિક તત્વોના ત્રાસ તેમજ અન્ય પ્રશ્ર્નો અંગે વાતચીત કરવામાં આવી તેમજ આ સંવાદ દરમ્યાન ઉપજેલ પ્રશ્ર્નોનું યોગ્ય નિરાકરણ લાવવા પોલિસ વડા દ્વારા ખાત્રી આપવામાં આવી હતી. આ તકે પોલીસ વડા હર્ષદ મહેતા એ જણાવ્યું હતું કે જો એક સજ્જન વ્યક્તિ દુર્જન વ્યક્તિ સામે અવાજ નહિ ઉઠાવે તો દુર્જનેને ક્રાઇમ કરવાનું બળ મળશે. તેમજ સજ્જન વ્યક્તિ પર દુર્જન વ્યક્તિને ક્રાઇમ કરવાની તક મળશે.ત્યારે પોલીસ વડા દ્વારા પોલીસ હરહંમેશ લોકો સાથે છે તે ખાત્રી આપી પોલીસ દ્વારા વધુમાં વધુ પ્રયત્ન કરી લોકોને સલામતીનો અહેસાસ કરાવશે તેમ અંત માં જણાવેલ હતું.