ખાસ-ખબર સંવાદદાતા
મોરબીમાં કડવા પાટીદાર ક્ધયા કેળવણી મંડળ સંચાલિત આર. ઓ. પટેલ વિમેન્સ કોલેજમાં રક્ષાબંધનના પવિત્ર પર્વ પર વિધાર્થિનીઓએ પોતાના પરિવારના દરેક સદસ્યો વ્યસનમુક્ત બને તે અંગેની પ્રતિજ્ઞા લીધી હતી. આ અંગે કોલેજના કોમર્સ વિભાગના અધ્યાપક ચંદ્રેશ પરમારે હાલના વાસ્તવિક સમયમાં વ્યસનરુપી રાક્ષક દરેક ઘર અને સમાજમાં પ્રવેશ કરી ચુક્યો છે અને આ રાક્ષકના ભોગ ઘણા બધા પરિવારો બનેલ છે તો આ વ્યસનરુપી રાક્ષકને કંઈ રીતે સમાજમાંથી સદંતર દૂર કરી શકાય તે અંગેની એક નાની વાર્તા દ્વારા પોતાનો તાર્કિક ખ્યાલ રજૂ કર્યો હતો અને અંતમાં અધ્યાપક દ્રારા સર્વે વિધાર્થિનીઓને રક્ષાબંધનના પવિત્ર પર્વ પર પોતાના ભાઈ, પપ્પા અને કાકા સહિતના પરિવારના તમામ લોકો વ્યસમુક્ત બને તેવી પ્રતિજ્ઞા લેવડાવી હતી અને સંપૂર્ણ સમાજ વ્યસમુક્ત બની તંદુરસ્ત સમાજ બને તેવો આશાવાદ વ્યકત કર્યો હતો.