ખાસ-ખબર સંવાદદાતા
ભારતે તાત્કાલીક અસરથી ઉકળા ચોખા (પરબોઈલ્ડ રાઈસ)ની નિકાસ પર 20% ડુટી લાદી છે, આ પગલાને લીધે વિશ્વના સૌથી મોટા નિકાસકાર ભારતમાંથી ચોખાની નિકાસ વધુઈ ઘટશે અને વૈશ્વિક ચોખાના ભાવમાં વધારો થશે. અત્યારે ચોખાનો ભાવ 12 વર્ષમાં તેમના ઉચ્ચતમ સ્તરની નજીક ટ્રેડ થઈ રહ્યા છે. ગયા મહિને, ભારતે ગયા વર્ષે તૂટેલા ચોખાની નિકાસ પરના પ્રતિબંધને પગલે વ્યાપકપણે ઉપયોગમાં લેવાતા બિન-બાસમતી સફેદ ચોખાની નિકાસ પર પ્રતિબધં લાદીને ખરીદદારોને આશ્ચર્યચકિત કર્યા હતા. આ પ્રતિબંધને કારણે કેટલાક ખરીદદારોનેઉકળા ચોખાની ખરીદીમાં વધારો કરવા માટે પ્રેરિત થયા હતા અને તેની કિંમતો રેકોર્ડ ઉંચી સપાટીએ પહોંચી હતી, એમ વૈશ્વિક વેપાર ગૃહ સાથેના મુંબઈ સ્થિત ડીલરે જણાવ્યું હતું. ભારતે 2022માં 7.4 મિલિયન ટન પરબોઈલ્ડ ચોખાની નિકાસ કરી હતી. જુલાઈમાં, યુનાઈટેડ નેશન્સ ફડ એજન્સીનો ચોખાનો ભાવ સૂચકાંક લગભગ 12 વર્ષમાં તેના સર્વેાચ્ચ સ્તરે પહોંચ્યો હતો કારણ કે ભારતે નિકાસ પર નિયંત્રણો લાધા પછી ચાવીપ નિકાસકર્તા દેશોમાં ભાવ મજબૂત માંગને આધારે ઉછળ્યા હતા. ભારતે હવે તમામ પ્રકારના નોન-બાસમતી ચોખા પર નિયંત્રણો લાધા છે, જેને આફ્રિકા અને એશિયાના ગરીબ દેશો સામાન્ય રીતે પસદં કરે છે, એમ વૈશ્વિક ટ્રેડ હાઉસ સાથેના નવી દિલ્હી સ્થિત ડીલરે જણાવ્યું હતું. ગત મહિને ભારતના પ્રતિબંધોને કારણે વૈશ્વિક ચોખાના ભાવમાં 25% થી વધુ તેજી આવ્યા પછી છેલ્લા કેટલાક દિવસોમાં સાધારણ થવાનું શ થયું હતું. જો કે, કિંમતો ફરીથી વધવાની અપેક્ષા છે, ડીલરે જણાવ્યું હતું.
ભારતે ચોખાની નિકાસ પર 20% ડ્યુટી લાદી દેતાં ગરીબ દેશો સંકટમાં
