ગ્રીસ પહોંચ્યા PM મોદી
ખાસ-ખબર સંવાદદાતા
દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં આયોજિત 15મી BRICS સમિટના સમાપન બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે સવારે ગ્રીસની એક દિવસીય મુલાકાતે પહોંચ્યા છે. આ દરમિયાન તેઓ વિવિધ કાર્યક્રમોમાં સામેલ થશે. તેઓ અહીં રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન સાથે મુલાકાત પણ કરશે. આ ઉપરાંત તેઓ બંને દેશોના વેપારી સમુદાય અને વિદેશી ભારતીયોને પણ મળશે. પીએમ મોદી 40 વર્ષમાં ગ્રીસની મુલાકાત લેનારા પ્રથમ ભારતીય પીએમ છે. આ પહેલા ભારતના તત્કાલિન વડાપ્રધાન ઈન્દિરા ગાંધી સપ્ટેમ્બર 1983માં ગ્રીસની મુલાકાતે ગયા હતા.
- Advertisement -
ભારતીય ડાયસ્પોરાના સભ્યો એથેન્સમાં હોટેલની બહાર એકઠા થયા છે જ્યાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે તેમની ગ્રીસની એક દિવસીય સત્તાવાર મુલાકાત દરમિયાન રોકાશે. ગ્રીસની મુલાકાતે પીએમ મોદી તેમના સમકક્ષ કિરિયાકોસ મિત્સોટાકિસને મળશે. આ દરમિયાન બંને દેશો વચ્ચેના સંબંધોને વધુ ગાઢ બનાવવાના માર્ગો પર ચર્ચા કરવામાં આવશે. તેઓ બંને દેશોના બિઝનેસ લીડર્સ તેમજ ભારતીય સમુદાય સાથે પણ વાતચીત કરશે, એમ નિવેદનમાં જણાવાયું છે. પીએમ મોદી 40 વર્ષમાં ગ્રીસની મુલાકાત લેનારા પ્રથમ ભારતીય પીએમ છે. આ પહેલા ભારતના તત્કાલિન વડાપ્રધાન ઈન્દિરા ગાંધી સપ્ટેમ્બર 1983માં ગ્રીસની મુલાકાતે ગયા હતા.
Amidst the historic landscapes of Greece, the warmth and hospitality of the Indian community shines brightly. A heartfelt thank you to them for the warm welcome. pic.twitter.com/kJO7O5bCLu
- Advertisement -
— Narendra Modi (@narendramodi) August 25, 2023
યાત્રાથી શું આશા છે?
ગ્રીક વડાપ્રધાનની સાથે મુલાકાત બાદ અનેક સમજૂતી પર હસ્તાક્ષર થશે તેવી શક્યતા છે. બંને નેતા વેપાર અને રોકાણ, શિપિંગ, સંસ્કૃતિ અને રક્ષા સહયોગ સહિત વિભિન્ન મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરશે. નવી દિલ્હી સ્થિત ગ્રીસ એમ્બેસીના અધિકારી એલેક્ઝેન્ડ્રોસ બોડોરિસે કહ્યું- અમે યુરોપ માટે ભારતના પ્રવેશ દ્વાર તરીકે કાર્ય કરવા માગીએ છીએ અને તેના માટે તૈયાર છીએ. તેમણે એક વ્યાપક ખાનગીકરણ યોજનાની પણ જાણકારી આપી જેમાં ભારતીય ઈન્વેસ્ટર્સ માટે ગેટવે શરુ કરવા માટે પોર્ટ અને એરપોર્ટ તેમજ લોજિસ્ટિક્સ હબ સામેલ છે. મળતી માહિતી મુજબ વડાપ્રધાનની ગ્રીસ યાત્રાના એજન્ડામાં અહીં પીરિયસ પોર્ટના ઉપયોગની જાણકારી પણ સામેલ છે.